તાલીમ:દાંતીવાડા સરદાર કૃષિનગર ખાતે ઓનલાઇન ખેડૂત તાલીમ યોજાઈ

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેન્દ્રીય ખેતીના ધારા-ધોરણ અન્ય સર્ટિફિકેશન અંગે માર્ગદર્શન અપાયું
  • ઓનલાઇન તાલીમમાં 136 જેવા ખેડૂત ભાઈ બહેનોએ લાભ લીધો

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય ની વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સેન્દ્રીય ખેતીના દ્વારા ધોરણો અને સર્ટિફિકેશન અંગેની કાર્યપદ્ધતિ વિષય ઉપર ઓનલાઈને ખેડૂત તાલીમનું આયોજન યુટ્યુબ માધ્યમથી રાખવામાં આવ્યું હતું.

દાંતીવાડામાં કૃષિ વિશ્વવિદ્યાલય વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સેન્દ્રીય ખેતીના ધારાધોરણ અને સર્ટિફિકેશન અંગેની કાર્ય પદ્ધતિ વિષય ઉપર ઓનલાઇન ખેડૂત તાલીમનું આયોજન રાખવામાં આવ્યું હતું. જેમાં 136 જેવા ખેડૂત ભાઈ બહેનોએ લાભ લીધો હતો.

તાલીમની શરૂઆતમાં ડોક્ટર કે એસ પટેલ મદદ પ્રધ્યાપક કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરીએ સૌને આવકારી તાલીમનું મહત્વ સમજાવી જણાવ્યું હતું કે, પ્રાચીન યુગમાં આપણા વડીલો કુદરતી ખેતી કરતા હતા કુદરતી ખેતી ઍટલે જેવિક ખેતી કુદરતી સ્ત્રોતનો ઉપયોગ કરીને કરવામાં આવતી ખેતી આ ખેતીમાં રાસાયણીક ખાતરો કે દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ ઘણા સમયથી રસાયણનો ખેતીમાં વધતા જતા ઉપયોગને લીધે પર્યાવરણ જમીન અને હવા પ્રદૂષિત થતી જાય છે. જે સુધારવા માટે સજીવ ખેતી અપનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...