તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:દાંતીવાડા ડાંગિયા ગામ નજીક રોડ વચ્ચે ગાય આવી જતાં એક્ટિવાનો અકસ્માત, એકનું મોત, બે ઇજાગ્રસ્ત

પાલનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકોએ એબ્યુલેન્સ દ્વારા બે ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. દાંતીવાડાના ડાંગિયા પાસે એક એક્ટિવા ચાલકેને રોડ વચ્ચે ગાય આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિઓ ઘાયલ થતા સ્થાનિકોએ એબ્યુલેન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં અવાન નવાર અકસ્માત સામે આવતા હોય છે. જ્યારે સોમવારની મોડી રાત્રી દરમિયાન રોડ વચ્ચે ગાય આવી જતાં એક્ટિવાનો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને બે વ્યક્તિ ઘાયલ થયા હતાં.

અકસ્માત સર્જાતા જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને એબ્યુલેન્સ તેમજ પોલીસે જાણ કરતા એબ્યુલેન્સ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. એબ્યુલેન્સ દ્વારા ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...