ગોઝારો અકસ્માત:અમીરગઢ હાઈવે નજીક ટ્રક અને કાર વચ્ચે ટક્કર, કારમાં સવાર એકનું મોત, ત્રણ લોકો ગંભીર ઈજા

પાલનપુર23 દિવસ પહેલા
  • રાજસ્થાન તરફથી આવતી કાર ટ્રક પાછળ ઘુસી જતા સર્જાયો અકસ્માત
  • ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં

બનાસકાંઠામાં અમીરગઢ નેશનલ હાઇવે પર રવિવારે મોડી સાંજે વધુ એક અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોમાંથી ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યારે મળતી માહિતી મુજબ ચાર પૈકી એકનું મોત નીપજ્યું હતું.

ટ્રકની પાછળ કાર ઘૂસી જતા સર્જાયો અકસ્માત
ટ્રકની પાછળ કાર ઘૂસી જતા સર્જાયો અકસ્માત

અમીરગઢ નેશનલ હાઈવે પર આરાસુરી ગોળાઈ પાસે રવિવારે મોડી સાંજે અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાન તરફથી આવતી કાર ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ બનાવને પગલે અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકના હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકો પૈકી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને પણ ગંભીર ઈજા પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...