અકસ્માત:દાંતીવાડાના વાઘરોળ ચોકડી નજીક અજાણ્યા વાહનની ટક્કરથી એકનું મોત

પાલનપુર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા

દાંતીવાડાના વાઘરોલ ચોકડી નજીક અજાણ્યા વાહનની ટક્કરે એક વ્યક્તિનું મોત થયુ હતું. ત્યારે આ અકસ્માતને લઈ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે બુધવારે દાંતીવાડા તાલુકાના વાઘરોલ ચોકડી નજીક અજાણ્યા વાહનની ટક્કરે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તેમજ દાંતીવાડા પોલીસ પણ તાબડતોબ દોડી આવી હતી અને અકસ્માતમાં મૃત્યું પામનારાના વાલી વારસદારોને જાણ કરી મૃતદેહને પીએમ અર્થે વાઘરોળ આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે હાલ આગળની તપાસ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...