તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ચિત્રાસણી નજીક કાર-ટ્રેલર વચ્ચે અકસ્માત,એકનું મોત

પાલનપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એકને ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયો

પાલનપુર આબુ હાઇવે ઉપર ચિત્રાસણી નજીક શુક્રવારે મોડી સાંજે કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જયારે એકને ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પાલનપુર આબુ હાઇવે ઉપર ચિત્રાસણી નજીક સર્જાયેલા અકસ્માતની પ્રાપ્ત થતી વિગતો મુજબ પાલનપુર થી આબુ તરફ જઇ રહેલી કાર નંબર જી.જે.01.એચ.વી.7789ને ટ્રેઇલર ચાલકે ધડાકાભેર ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં કાર સવાર એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતુ.જ્યારે એક વ્યક્તિને ઇજાઓ થઇ હતી. મૃતક ભાવનગરનો હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થવા પામી છે. જ્યાં ઘટનાસ્થળે એકત્ર થઇ ગયેલા લોકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ થયો હતો. તાલુકા પોલીસે વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...