અકસ્માત:વડગામ નજીક ખરોડીયા ચાર રસ્તા પાસે કાર અને સ્કૂટર વચ્ચે અકસ્માતમાં એકનું મોત

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં સ્કૂટર ચાલકનું મોત નીપજ્યું પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી

બનાસકાંઠા જિલ્લામાં વડગામ નજીક ખરોડીયા ચાર રસ્તા પાસે કાર અને સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાતા સ્કૂટર ચાલકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલા અમીરગઢના કપાસિયા ઘાંટા પાસે બે બાઈક સવારોને અજાણ્યા વાહને ટક્કર મારતા એક જ ગામના બે યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે આજે વડગામ નજીક ખરોડીયા ચાર રસ્તા પાસે સ્કૂટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા સ્કૂટર ચાલકનું મોત નીપજ્યું છે. અકસ્માતના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...