તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:જલોત્રા પાસે ડિવાઇડર કૂદી સ્કોર્પિયોએ કાર અને ઇકોને ટક્કર મારી : પિતા-પુત્રનું મોત

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘાયલોને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડાયા

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર જલોત્રા નજીક થુર ગામના પાટીયા પાસે મંગળવારે બપોરે સ્કોર્પિયો ચાલકે કાબુ ગુમવતાં ડિવાડર કુદીને સામેની સાઇડમાં ઘસી જઈ અલ્ટોકાર અને ઇકો ગાડી સાથે અથડાઇ હતી. અલ્ટો કારમાં સવાર ખેડબ્રહ્મા શ્યામનગરના પિતા- પુત્રનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે છને ઇજા થઈ હતી.

પાલનપુર- અંબાજી હાઇવે ઉપર જલોત્રાથી આગળ થુર ગામના પાટીયા પાસે મંગળવારે બપોરના સુમારે પુરઝડપે આવી રહેલી સ્કોર્પિયો ગાડી (જીજે. 08. બી. એેસ. 5501)ના ચાલકે સ્ટેયરીંગ પર કાબુ ગુમાવતાં ગાડી ડિવાઇડર કુદીને સામેની સાઇડે ઘસી ગઇ હતી. આ સમયે જ સામેથી પાલનપુરથી દાંતા તરફ જઇ રહેલી અલ્ટો કાર (જીજે.09.બી.એચ.3389) અને ઇકો (જીજે.01.કે.એન.8522) સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં ત્રણેય વાહનોના આગળના ભાગનો ખુડદો બોલી જવા પામ્યો હતો. જેમાં અલ્ટો કારમાં સવાર નિવૃત શિક્ષક પિતા અને તેમનો શિક્ષક પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ. જ્યારે ઇકો અને સ્કોર્પિયોમાં સવાર 6 વ્યકિતઓને ઇજાઅો જતાં અંબાજી 108ના પાયલટ મહેન્દ્રસિંહ બારડ અને ઇએમટી નિષાબેન ઠાકોરે જલોત્રા અને ત્યાંથી વધુ સારવાર અર્થે પાલનપુરની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

ખેડબ્રહ્માના પિતા-પુત્ર ભાડાનું મકાન નક્કી કરી પરત ફરી રહ્યા હતા
બાબુભાઇ માણકાભાઇ સોલંકીની નાની દીકરી દક્ષાબેન થરાદ તાલુકાના ઇઢાટા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષિકા છે. દક્ષાબેનના પતિ બિપિનકુમાર હિરાભાઇ ભોંભી પણ થરાદ તાલુકાના ઇઢાટા ગોળીયા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવે છે. એમના દિકરા- દીકરીને અભ્યાસ માટે પાલનપુર મુકવાના હોવાથી તેમજ ભાડેથી મકાન રાખવાનું હોવાથી બાબુભાઇ અને તેમના પુત્ર મુકેશભાઈ પાલનપુર આવ્યા હતા.જેઓ મેવાડા સ્કુલમાં બાળકોનું એડમિશન નક્કી કરી તેમજ શિવમ સોસાયટીમાં ભાડાનું મકાન નક્કી કરી વતનમાં પરત ફરી રહ્યા હતા. ત્યારે ગોજારા અકસ્માતમાં બંનેના મોત નિપજ્યાં હતા.

કમનસીબ મૃતકો

  • બાબુભાઇ માણકાભાઇ સોલંકી (ઉ.વ.62) (નિવૃત શિક્ષક)
  • મુકેશભાઇ બાબુભાઇ સોલંકી (ઉ.વ.42) (શિક્ષક) બંને રહે.શ્યામનગર તા. ખેડબ્રહ્મા, જી.સાબરકાંઠા)

ઇજાગ્રસ્તોના નામ

  • પ્રહલાદસિંહ વજેસિંહ ડાભી (ઉ.વ. 28)
  • જેસલસિંહ દેવુંસિંહ ડાભી (ઉ.વ.29)
  • ભરતસિંહ કરશનસિંહ ડાભી (ઉ.વ. 20) તમામ રહે. ધોરી તા. વડગામ
  • સમુબા રાજુસિંહ ચૌહાણ (ઉ.વ. 55)
  • પુરબા ઉદેસિંહ ચૌહાણ (ઉ.વ. 58)
  • સોનબા અમરતસિંહ ચૌહાણ (ઉ.વ. 30)
અન્ય સમાચારો પણ છે...