તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:છાપી પાસે બે ગાડી સામસામે ટકરાતાં એકનું મોત, આઠ જણને ગંભીર ઇજા

છાપી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
તેનીવાડા હાઇવે ઉપર બે કાર સામ સામે ટકરાતા એકનું ઘટના સ્થળે મોત નિપજવા સાથે આઠ જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. - Divya Bhaskar
તેનીવાડા હાઇવે ઉપર બે કાર સામ સામે ટકરાતા એકનું ઘટના સ્થળે મોત નિપજવા સાથે આઠ જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
  • પત્નીની નજર સામે પતિએ દમ તોડ્યો, ઇજાગ્રસ્તોને પાલનપુર-સિદ્ધપુર ખસેડાયા

છાપી નજીક આવેલ તેનીવાડા હાઇવે ઉપર બુધવાર સાંજે બે કારો સામસામે ધડાકાભેર ટકરાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજવા સાથે આઠ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર તેમજ સિદ્ધપુરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. પાલનપુર-મહેસાણા હાઈવે ઉપર આવેલ તેનીવાડા લીલીવાડી ધાબા સામે બે કારના ચાલકો સ્ટેયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા સામસામે આવી જતાં ધકાકાભેર ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

જેમાં શૈલેન્દ્રસિંહ લાલબાબુસિંહ (રહે.સોજત હાઉસિંગ કોલોની, આઇઓસી પાસે અંબાજી રોડ, આબુરોડ)નું પત્નીની નજર સામે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે તેમના ધર્મપત્ની સહિત આઠ જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં 108 દ્વારા પાલનપુર તેમજ સિદ્ધપુરની સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને લઈ લોકો ઊમટી પડ્યા હતા. જોકે ટ્રાફિકજામ થતાં છાપી પીએસઆઇ એસ.ડી.ચૌધરી તેમજ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ઘાયલોને તાત્કાલીક સારવાર માટે ખસેડયા હતા. અને ટ્રાફિક હળવો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...