તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ટ્રકે એક્ટિવાને અડફેટે લેતાં એક્ટિવા ટ્રક નીચે ઘૂસી જતાં એકનું મોત,બીજો ગંભીર

છાપી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પાલનપુર-મહેસાણા હાઇવે ઉપર મજાદર નજીક અકસ્માત
 • અમદાવાદમાં મજુરી કરતા બન્ને વતન રાજસ્થાન જતા હતા

મજાદર હાઇવે ઉપર શનિવારની વહેલી સવારે એક્ટિવા ઉપર અમદાવાદથી રાજસ્થાન જઈ રહેલા બે યુવકો ઉપર ટ્રક ફરી વળતા એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઈજાઓ થતાં પાલનપુર સારવાર અર્થે ખસેડાયો હતો. રાજસ્થાનના ભીનમાલ તાલુકા ભાગળ સેપટી ગામના બે યુવકો અમદાવાદ મજુરી કામ કરતાં હતાં. જોકે શનિવાર વહેલી સવારે વતન જવા બન્ને યુવકો એક્ટિવા ઉપર નીકળ્યા હતા.

દરમિયાન મજાદર હાઇવે ઉપર પાછળથી આવતી ટ્રક નંબર જીજે-08-યું-3071ના ચાલકે ટ્રક ઉપરનો કાબુ ગુમાવી એક્ટિવાને અડફેટે લેતાં એક્ટિવા ટ્રકના આગળના વ્હીલમાં કચડાતા એક્ટિવા સવાર બન્ને યુવકો રોડ ઉપર પટકાતા જોઈતારામ નાથુરામ પુરોહિતનું \મોત નીપજ્યું હતું. જ્યારે શંભુરામ પ્રતાપજી પુરોહિતને ગંભીર ઈજાઓ થતાં 108માં સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો.અકસ્માતને લઈ હાઇવે ઉપર વાહનોની લાંબી લાઈનો લાગતા ટ્રાફિકજામ થતાં છાપી પોલીસના પ્રવિણસિંહ, મહેન્દ્રભાઈ, ભવાનસિંહ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક રાબેતા મુજબ કરી લાશને પીએમ માટે છાપી પીએચસીમાં ખસેડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો