તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:પાલનપુર જિલ્લામાં કોરોનાથી એકનું મોત,વધુ 37 સંક્રમિત

પાલનપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડીસા 9, સુઇગામ- દિયોદર 6- 6, પાલનપુર- દાંતીવાડા 4- 4 , થરાદ 3, વડગામ 2,કાંકરેજ 2 અને ધાનેરા 1

જિલ્લામાં કોરોનાની રફતાર જારી છે વધુ 37 સંક્રમિત થયા છે જેમાં ડીસા 9 , સુઇગામ દિયોદરમાં 6- 6 , પાલનપુર દાંતીવાડામાં 4- 4 , થરાદ 3, વડગામ 2 કાંકરેન 2 અને ધાનેરામાં 1 કેસ નોંધાયા છે. જોકે ડીસાની જનતા હોસ્પિટલ માં પાથાવાડા ના વૃદ્ધનું મોત નીપજ્યું હતું.

જિલ્લા આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાં એન્ટીજન રેપિડ દ્વારા 1110 સેમ્પલ લેવામાં આવ્યા હતા જે પૈકી 18 પોઝિટિવ આવ્યા છે. જ્યારે ડીસાની ગાંધી લિંકન હોસ્પિટલ માં 47 આરટી પીસીઆર સેમ્પલ પૈકી 14 પોઝિટિવ છે જ્યારે પાલનપુરની બનાસ કોવિડ હોસ્પિટલના 40 સેમ્પલ પૈકી 1 પોઝિટિવ આવ્યો છે. જ્યારે પાલનપુરની પ્રાઇવેટ લેબોરેટરી માંથી લેવાયેલા 9 સેમ્પલ પૈકી 4 પોઝિટિવ આવ્યા છે આમ જિલ્લાના 1206 સેમ્પલ પૈકી 37 દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

જિલ્લામાં રસી માટે 13 હજાર લોકોનો ડેટા તૈયાર કરાયો
કોરોનાથી મુક્ત થવાની જદ્દોજહદ મહિનાઓથી ચાલી રહી છે તેવામાં વેક્સિનના સમાચારોથી જનમાનસ પટ પર નવી આશાઓનો સંચાર થયો છે.Covid વેક્સિન 2 થી 8 ડિગ્રી વચ્ચે જિલ્લા પંચાયત ફાર્મસી વિભાગમાં નવા ફ્રીઝમાં રખાશે.પાલનપુર ખાતે જીલ્લા પંચાયત ભવનની પાછળ બનાવેલા ફાર્માસી સંકુલમાં આ વેક્સિન સરકારની સુચના બાદ લાવવામાં આવશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનીષ ફેન્સી, ડિસ્ટ્રિક્ટ એપેડેમીક ઓફીસર ડોક્ટર નરેશ ગર્ગ, જિલ્લા આર.સી.એચ અધિકારી ડો. જીગ્નેશ હરિયાણી સહિતના ઉચ્ચ અધિકારીઓ આ વેક્સિનની તમામ કાર્યવાહીને આખરી ઓપ આપી રહ્યા છે. જેને લઇ અત્યાર સુધી ફ્રન્ટલાઈન કોરોના વોરિયર થી લઈ 13,000 લોકોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે. વેક્સિનને ગાંધીનગરથી પાલનપુર જીલ્લા પંચાયત સ્થિત ફાર્મસી સંકુલમાં ડીપફ્રીજ માં રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટોર ઇન્ચાર્જ બાબુભાઈએ જણાવ્યું કે 2 ડિગ્રીથી 8 ડિગ્રી વચ્ચેના તાપમાનમાં વેક્સિનને રાખવામા આવશે. જોકે તાપમાન અંગેની જે કોઈપણ ગાઈડ લાઈન હશે તેને લઇ અમારી સંપૂર્ણ તૈયારી છે. ડો. જીગ્નેશ હરીયાણીએ જણાવ્યુ કે " જેમ પોલિયો વેક્સિનની વિતરણ વ્યવસ્થા 14 બ્લોકમાં એક સાથે કરવામાં આવે છે તેમ કરવામાં આવશે.

પાટણમાં વધુ 51 સંક્રમિત થયા
જિલ્લામાં સોમવારે ફરી એકવાર પોઝિટિવ દર્દીઓનો આંકડો 50થી વધારે જાહેર થયો છે. સોમવારે નવા 51 પોઝિટિવ દર્દી સામે આવ્યા હતા. તેના સાથે જિલ્લાનો કુલ આંક 3878 થયો છે.સૌથી વધુ 19 કેસ સરસ્વતી તાલુકામાં અને 11 કેસ પાટણ તાલુકામાં નોંધાયા હતા. સિદ્ધપુરમાં છ, ચાણસ્મા 2, હારીજ 5, સમી અને રાધનપુરમાં ૩, શંખેશ્વરમાં 2 કેસ નોંધાયા હતા.

મહેસાણામાં 6 નાં મોત, 30 કેસ
સોમવારે જિલ્લામાં એકસાથે 6 વૃદ્ધોનાં કોરોનાની સારવાર દરમિયાન મોત થયાં હતાં.થયું હતું. જ્યારે નવા 30 દર્દીઓ સામે આવ્યા છે. જેમાં મહેસાણામાં 10, વિસનગર-8, ઊંઝા-7, વિજાપુર-2, કડી, બહુચરાજી અને ખેરાલુમાં 1-1નો સમાવેશ થાય છે.તમામ દર્દીઓને આઇસોલેટ કરી સંપર્કમાં આવેલા 920થી વધુ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવા તજવીજ કરાઇ છે.

સાબરકાંઠામાં વધુ 17 પોઝિટિવ
સાબરકાંઠા જિલ્લામાં સોમવારે વધુ 17 પોઝિટિવ કેસ નોંધાયા હતા સામે 17 દર્દીઓ કોરોના લક્ષણ મુક્ત બનતા રજા આપવામાં આવી હતી. 17 પોઝિટિવ કેસ પૈકી હિંમતનગરમાં 7, તલોદમાં 4, ખેડબ્રહ્મા અને વિજયનગરમાં બબ્બે,પ્રાંતિજ ઇડરમાં એક - એક સંક્રમિત થયા હતા. જ્યારે અરવલ્લી જિલ્લામાં સોમવારે વધુ પાંચ કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો