કુદરતની કરૂણતા:એક ભાઇને કોરોના ભરખી ગયો, સંક્રમિત થયેલા બીજા ભાઇને હોસ્પિટલમાં દાખલ કરી પરત આવતાં અકસ્માતમાં ત્રીજાનું મોત

પાલનપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બ્રધર્સ ડેએ પાલનપુરના કાણોદર ગામના ચાર ભાઇની કરુણ કહાની

કાણોદર ગામના એક પરિવારમાં ચાર ભાઈઓમાં સૌથી મોટા અને ત્રીજા નંબરના ભાઈ સંક્રમિત થતાં જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ મૂકી પરત ઘરે આવી રહ્યા હતા.તે દરમિયાન અકસ્માત થતા ડ્રાઇવર તેમજ સૌથી નાના ભાઈનું મોત નીપજ્યું હતું.

કાણોદરમાં રહેતા કાનજીભાઈ પરમારના ચાર પુત્રો માં સૌથી મોટા દલપતભાઈ, દિનેશભાઇ, ધીરજભાઈ અને સૌથી નાના ચમનભાઈ હતા.જ્યાં દલપતભાઈ કોરોના થતાં દાખલ કરવામાં આવ્યા હતા.અને થોડા દિવસ બાદ આરોગ્ય વિભાગના વાવ રેફરલ હોસ્પિટલમાં એક્સરે ટેકનિશિયનમાં ફરજ બજાવતા ધીરજભાઈને કોરોના થતાં તેમને ઓક્સિજન તેમજ વેન્ટિલેટરની જરૂર પડતા ચમનભાઈ પરમાર અને દિનેશભાઇ પરમાર જામનગર હોસ્પિટલમાં સારવાર માટે મુકવા ગયા હતા. ધીરજભાઈને દવાખાને મૂકી ચમનભાઈ ઘરે પરત ફરતા હતા તે દરમિયાન અકસ્માતમાં મોત નીપજ્યું હતું.

આ સાંભળી જામનગરમાં સારવાર લઈ રહેલાં ધીરજભાઈનું પણ મોત નીપજ્યું હતું.સૌથી મોટા ભાઈ અમદાવાદ ની હોસ્પિટલમાં કોરોના સામે લડી રહ્યા છે.આ બાબતે દિનેશભાઇ એ જણાવ્યું હતું કે હું સાવ એકલો પડી ગયો છું.મારી સરકારને રજુઆત છે કે ધીરજભાઈ થરાદ આરોગ્ય ખાતામાં ફરજ દરમ્યાન કોરોના સંક્રમિત થયા હતા .એમના પરિવારને સરકારની કોરોના વોરિયર્સની સહાય મળે તેવી રજૂઆત છે.

અન્ય સમાચારો પણ છે...