તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • One And A Half Lakh Help For The Treatment Of Korona, A Young Woman From A Poor Family, By Deesa's Hindu Youth Organization, Also Served As Korona Warriors In Lockdown

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:ડીસાના હિંદુ યુવા સંગઠન દ્વારા ગરીબ પરિવારની યુવતીની કોરોના સારવાર માટે દોઢ લાખની મદદ, લોક ડાઉનમાં પણ કોરોના વોરિયર્સ તરીકે સેવા આપી હતી

પાલનપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

અંબાજીના વતની અને ડીસામાં રહેતી એક ગરીબ પરિવારની યુવતી કોરોના સંક્રમિત થઇ હતી. જોકે, તેણીનો ઇલાજ કરાવવા માટે પરિવારજનો સમર્થિત ન હોઇ હિંદુ યુવા સંગઠન દ્વારા રૂપિયા દોઢ લાખની મદદ કરવામાં આવી હતી. તેણી કોરોના મુકત બનતાં રજા અપાઇ હતી. યાત્રાધામ અંબાજીના મુળ વતની અને હાલ ડીસા ખાતે રહેતા ઠાકોર પરિવારના રીનાબેન સુરેશભાઇ ઠાકોર (ઉ.વ. 24)નો રિપોર્ટ ચાર માસ અગાઉ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જોકે, તેમના પરિવારજનો સારવાર કરાવવામાં સમર્થ ન હતા.જેમની વ્હારે ડીસાનું હિંદુ યુવા સંગઠન આવ્યું હતુ.

આ અંગે સંગઠનના પ્રમુખ નિતીનભાઇ સોનીએ જણાવ્યું હતુ કે, રીનાબેનને બ્રેઇન ટયુમરની ગંભીર બિમારી થઇ હતી. પરંતુ પરિવાર અત્યંત ગરીબ હોવાથી સારવાર કરાવી શકે તેમ ન હોઇ પાલનપુર માવજત હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જ્યાં બ્રેઇન ટ્યુમરનું ઓપરેશન કરવામાં આવ્યું હતુ. દરમિયાન તેણીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જેની સારવારનો રૂપિયા દોઢ લાખ જેટલો ખર્ચ અમારા સંગઠને ઉઠાવ્યો હતો. આ ઉપરાંત પણ કોરોના સંક્રમણના લોકડાઉન દરમિયાન સતત ત્રણ માસ સુધી રસોડું બનાવી જરૂરીયાત મંદ પરિવારોને વિનામૂલ્યે બે ટંકનું ભોજન આપવામાં આવ્યું હતુ. જીવન જરૂરીયાતની ચિજવસ્તુઓની કીટ બનાવી વિતરણ કરવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો