તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણ:દાંતામાં દોઢ ઇંચ વરસાદ,આકોલીમાં પતરાં ઊડ્યાં, કાંકરજેમાં 11 મીમી અને પાલનપુરમાં 9 મીમી વરસાદ ખાબક્યો

પાલનપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં છુટાં છવાયાં વરસાદી ઝાપટાં, ઉકળાટથી પ્રજાજનો ત્રસ્ત

બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે રાત્રે દાંતામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે કાંકરેજ તાલુકાના આકોલી ગામે વાવાઝોડાથી મકાનના પતરા ઉડ્યા હતા. દરમિયાન જિલ્લામાં છુટા છવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા. વાતાવરણમાં ઉકળાટ વધતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. જીલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જ્યાં મંગળવારે રાત્રે દાંતાપંથકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. દરમિયાન કાંકરેજ તાલુકામાં જોરદાર પવન સાથે વરસાદ આવ્યો હતો. જ્યાં આકોલી ગામે વાઘેલા સનુભા દલપતસિંહના ઘર નાં પતરા ઉડી ગયા હતા ત્યારેરાત્રે ઘર પરિવાર નોધારો થતા એવી સ્થિતિ ઊભી થઈ હતી.

જ્યાં ગામના પૂર્વ સરપંચ વીજુભા વાઘેલાએ તાત્કાલિક ધોરણે સનુભા વાઘેલાના ઘર પરીવાર ને અન્ય મકાનમાં સિફ્ટ કરીને માનવતાની મહેક પ્રસરાવી હતી. કાંકરેજ તાલુકામાં રવિયાણા, ઝાલમોર, નાગોટ, કંબોઈ, ઉબરી, શિહોરી સહીત અન્ય ગામોમાં ભારે પવનના કારણે ક્યાંક ઝાડ પણ પડી ગયા હતા.જેને લઈ વાહનચાલકો પણ હેરાન થઈ ગયા હતા.જિલ્લામાં અન્યત્ર સમાન્ય વરસાદ પડ્યો હતો.

જિલ્લામાં 24 કલાકમાં નોંધાયેલો વરસાદ

કાંકરેજ11 મીમી
ડીસા03 મીમી
દાંતા33 મીમી
દાંતીવાડા02 મીમી
પાલનપુર09 મીમી
ભાભર02 મીમી
વડગામ07 મીમી
વાવ04 મીમી
સૂઇગામ03 મીમી
અન્ય સમાચારો પણ છે...