તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મેઘવર્ષા:વડગામમાં એક કલાકમાં દોઢ ઇંચ, પાલનપુરમાં પોણા કલાકમાં 1 ઇંચ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાંતીવાડામાં એક ઈંચ વરસાદ, નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

વડગામ પંથકમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. પાલનપુરમાં રવિવારે મોડી સાંજે વાવાઝોડા ભારે વરસાદી ઝાપટું પડ્યું હતું. જેમાં પોણા કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે દાંતીવાડામાં 1 કલાકમાં 28 મીમી વરસાદ વરસ્યો હતો. જ્યારે થરાદમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.જેને લઈ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો પરેશાન થઈ ગયા હતા.

રવિવારે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ત્યારે દાંતીવાડામાં 1 કલાકમાં 1 ઇંચ,વડગામ પંથકમાં 1 કલાકમાં 42 મીમી વરસાદ નોંધાયો હતો. જેને લઇ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત પાલનપુરમાં પોણા કલાકમાં 21 મીમી વરસાદ વરસ્યો હતો. જેને લઇ રસ્તાઓ ઉપર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. થરાદમાં પણ 12 મીમી વરસાદ પડતાં રસ્તાઓ ઉફર ઠેરઠેર કિચડ થયું હતું. આ ઉપરાંત દાંતામાં 1, ધાનેરામાં 2, લાખણીમાં 1 અને વાવમાં 2 મિમિ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાઓ કોરા રહ્યા હતા.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે વરસાદી વાતાવરણ તૈયાર થયું છે. જેની અસર આગામી 48 કલાક સુધી રહેશે. બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેના કારણે 16 સપ્ટેમ્બરથી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. 16મીએ મધ્યમ અને 17 સપ્ટેમ્બરે ભારે વરસાદની શકયતા છે. વરસાદનો આ રાઉન્ડ 4 થી 5 દિવસનો રહી શકે છે. જોકે, સિઝનના છેલ્લા વરસાદ બાદ ઉત્તર ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો