તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:પાલનપુરમાં વધુ એક વખત ધોળે દિવસે તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મકાનનો પાછળનો દરવાજો તોડી રૂ. 10 હજાર રોકડા લઇને તસ્કરો ફરાર

પાલનપુરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેકતા ધોળે દિવસે ચોરીની બીજી ઘટનાને તસ્કરોએ અંજામ આપ્યો છે. શહેરના માનસરોવર ફાટક નજીક રાધાસ્વામી સત્સંગ હોલની પાસે આવેલી જનતાનગર સોસાયટીમાં તસ્કરોએ પોતાનો કસબ અજમાવી અંદાજે 10 હજાર ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

પાલનપુર શહેરના માનસરોવર ફાટક નજીક આવેલી રાધાસ્વામી સત્સંગ હોલની પાસે આવેલ જનતાનગર સોસાયટીમાં એક મકાનમાં ધોળે દિવસે ચોરી થઈ હતી. પરિવારના મોભી અને દીકરો કામ અર્થે બહાર ગયા હતા અને પત્ની ઉપરના માળે કચરા પોતુ કરવા ગયા હતા. ત્યારે મોકનો લાભ ઉઠાવી પાછળના ભાગેથી લાકડાનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી અને તિજોરી તોડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તિજોરી ન તૂટતા બાજુમાં પડેલ તિજોરીમાં રહેલ રોકડ રકમ 10 હજાર જેટલી રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાને સ્થળે દોડી આવી અને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...