• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • On The Occasion Of Prime Minister Narendra Modi's Birthday, A Belly Program For The Poor Was Held In Palanpur Under The Chairmanship Of Minister Pradeep Parmar.

ઉજવણી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પાલનપુરમાં મંત્રી પ્રદીપ પરમારના અધ્યક્ષસ્થાને ગરીબોના બેલી કાર્યક્રમ યોજાયો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસ કનેક્શનની કીટ આપવામાં આવી
  • 100 ટકા વેક્સિનેશન થયેલા ગામના સરપંચોનું સન્માન કરાયુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પાલનપુર ટાઉનહોલ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદીપ પરમારના અધ્યક્ષસ્થાને ગરીબોના બેલી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસ કનેક્શનની કીટ આપવામાં આવી હતી.

આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદીપ પરમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના પાઠવતાં જણાવ્યું કે, આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રત્યેક દેશવાસીઓ અને ખાસ કરીને છેવાડાના ગરીબ માનવીની ચિંતા કરી લોકોના હિતમાં અનેક કલ્યાણકારી યોજનાઓ બનાવી છે. જેનાથી શહેરોથી લઇ અંતરીયાળ ગામડામાં રહેતા લોકોના જીવનધોરણમાં નોંધપાત્ર પ્રગતિ થઇ છે.

રાજ્યમાં 29 લાખ ગેસ કનેક્શન આપવામાં આવ્યાતેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલ ગુજરાતની વિકાસયાત્રાને નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સફળતાપૂર્વક આગળ વધારી રહ્યાં છે. મહિલાઓની વિશેષ ચિંતા કરીને મહિલાઓને ધૂમાડા અને બિમારીથી રક્ષણ આપવા તથા ચૂલા ફૂકવામાંથી મુક્તિ અપાવવા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અમલી બનાવી છે. મંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 1.0 હેઠળ સમગ્ર દેશમાં 8 કરોડ જેટલાં ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે, જયારે આપણા ગુજરાત રાજ્યમાં 29 લાખ ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. તેમજ બનાસકાંઠા જિલ્લામાં 2,34,022 લાભાર્થીઓને ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે.

આ યોજના મહિલાઓ માટે આશીર્વાદરૂપતેમણે ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 હેઠળ રાજયમાં 9,90,342 અને બનાસકાંઠા જિલ્લામાં 54,364 લાભાર્થીઓને ગેસ કનેક્શન આપવામાં આવશે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એ ભારત સરકારની ફ્લેગશીપ યોજના છે. દેશના ગામડાઓમાં પણ સ્વચ્છ ઇંધણ પુરુ પાડવા તથા ગામડાના ગરીબ પરિવારોને મફતમાં એલ.પી.જી. ગેસ કનેક્શન આપવામાં આવે છે. આ યોજના દેશની મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે તેમ તેમણે જણાવ્યું હતું. ગરીબોને સારી સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા પ્રયાસઆ પ્રસંગે રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાવાડીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિનની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં ગરીબોની ચિંતા કરનારા એકમાત્ર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી છે. આધુનિક સમયમાં ગરીબોને પણ સારી સુખ-સુવિધાઓ પ્રાપ્તી થાય તેઓ સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા અથાક પ્રયાસો કરવામાં આવે છે. ભૂતકાળમાં ઘરમાં ગેસ કનેક્શન હોવું એ મોભો ગણાતું હતું. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારે દેશના લાખો-કરોડો પરિવારોમાં ગેસ કનેક્શન આપી મોભાદાર જીવન જીવવાની પધ્ધતિ આપી છે.

સાંસદે કહ્યું કે, આઝાદીના સમયે ગુજરાતના સપૂત પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની જોડીએ દેશને નેતૃત્વ પુરુ પાડી મહામૂલી આઝાદી અપાવી હતી. આજે પણ ગુજરાતના બે સપૂત આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ દેશને નેતૃત્વ પુરુ પાડી સમૃધ્ધ અને શક્તિશાળી રાષ્ટ્રરનું નિર્માણ કરી રહ્યાં છે.

મંત્રીના હસ્તે સરપંચોનું સન્માનઆ પ્રસંગે મંત્રીના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને હુકમો એનાયત કરવામાં આવ્યા હતાં. તથા 100 ટકા કોરોના વેક્સિનેશન થયેલા ગામના સરપંચઓનું મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...