તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડીસાના રામસણમાં સ્કૂલમાં બાળકો કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યા બાદ વાલીઓમાં ચિંતા વધી છે તેવામાં બનાસકાંઠા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં 1.51લાખ બાળકો પૈકી પહેલા દિવસે 82 હજાર બાળકો સ્કૂલમાં આવ્યા હતા. કોવિડ-19ની સ્થિતિ ઘણે અંશે સુધરતા જ શિક્ષણ વિભાગે તબક્કાવાર શાળા શરૂ કરી રહી છે. જેમાં પહેલા ધોરણ-10 અને 12ની શાળા શરૂ કરાયા બાદ ધોરણ-9 અને 11ની શાળા કરાઇ હતી. જોકે, ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓની રોજેરોજની હાજરી 80થી 100% નોંધાતા એટલે કે વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી ઓફલાઇન એજ્યુકેશનને સારો પ્રતિસાદ મળતા શિક્ષણ વિભાગે 18 ફેબ્રુઆરીના ગુરૂવારના દિવસથી ધોરણ-6થી 8ની શાળા શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.
બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારએ જણાવ્યું હતું કે, ધોરણ-6થી 8માં વાલીઓએ બાળકોને શાળાએ મોકલવા માટે સંમતિ પત્રક આપ્યા છે. જિલ્લાના 14 તાલુકાઓમાં સરેરાશ 54 ટકાથી વધુ હાજરી નોંધાઇ છે. શાળાઓમાં બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણ ને જોતા પૂરતી તકેદારી સાથે શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે."
કયા તાલુકામાં કેટલી ટકાવારી
અમીરગઢ | 51.37% |
ભાભર | 66.72% |
દાંતા | 66.37% |
દાંતીવાડા | 51.39% |
ડીસા | 47.05% |
દિયોદર | 51.79% |
ધાનેરા | 46.20% |
કાંકરેજ | 37.83% |
લાખણી | 55.63% |
પાલનપુર | 59.75% |
સૂઇગામ | 62.17% |
થરાદ | 61.43% |
વડગામ | 59.91% |
વાવ | 60.01% |
સરેરાશ 54.29 % |
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.