તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • On The Eve Of Vasant Panchami, A Grand Procession Of Umiya Was Organized In Kadva Patidar Samaj, Blood Donation Camp Was Also Organized.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:વસંત પંચમીના પર્વે કડવા પાટીદાર સમાજે માં ઉમિયાની ભવ્ય શોભાયાત્રા યોજી, રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું

પાલનપુર14 દિવસ પહેલા
 • કૉપી લિંક

વસંત પંચમીને લઈને આજે કડવા પાટીદાર સમાજ દ્વારા વસંત પંચમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પાલનપુરના લક્ષ્મીપુરા ગામે કડવા પાટીદારોએ વસંત પંચમીને લઈને માં ઉમિયાનો રથ તૈયાર કરી મહાઆરતી કરી અને માં ઉમિયાની શોભાયાત્રા સમગ્ર લક્ષ્મીપુરા ગામમાં ફેરવી હતી. જોકે વસંત પંચમીને લઈ ને લક્ષ્મીપુરા ગામના યુવકોએ રક્તદાન પણ કર્યું હતુ.

માતાની મહાઆરતી બાદ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરાયું
પાટીદાર સમાજમાં વસંત પંચમીનું અનેરો મહત્વ હોય છે. તેઓ ધામધૂમ પૂર્વક વસંત પંચમીની ઉજવણી કરતા હોય છે. તેઓ ધંધા રોજગાર બંધ રાખીને વસંત પંચમીના દિવસે માં ઉમિયાની પ્રાર્થના અને આરાધના કરતા હોય છે. પાલનપુરના લક્ષ્મીપુરા ગામે કડવા પાટીદાર સમાજ દ્વારા માં ઉમિયાના મંદિરેથી મહાઆરતી બાદ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું. ગામના તમામ લોકોએ આ શોભાયાત્રામાં ભાગ લઈને માં ઉમિયાની આરાધના કરી હતી અને સાથો સાથે પ્રાર્થના પણ કરી હતી. જેમાં માતા પાસે લોકોએ વસંતની જેમ જ તમામ લોકોનું જીવન પણ ખીલતું રહે તેવી પ્રાર્થના કરી હતી.

વસંત પંચમીની ઉજવણી સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું
લક્ષ્મીપુરા ગામના યુવકોએ વસંત પંચમીના નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે 51 જેટલી બોટલો એકત્ર કરવા બ્લડ કેમ્પનું આયોજન કર્યું હતું. જોકે તેમનો હેતુ એ હતો કે લક્ષ્મીપુરા ગામમાં કોઈને પણ લોહીની તાત્કાલિક જરૂર પડે તો આ રક્તદાન કેમ્પ થકી એકઠું કરાયેલું લોહી કોઈકને કામ લાગી શકે. આમ વસંત પંચમીની ઉજવણી સાથે રક્તદાન કેમ્પનું આયોજન પણ લક્ષ્મીપુરા યુવકોએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો