ખેડૂતોને સાચુ ધન મળ્યું:ધનતેરસના દિવસે જ બનાસકાંઠાની સુજલામ સુફલામ કેનાલમાં ધન રૂપી પાણી છોડાતાં ખેડૂતોમાં ખુશી

પાલનપુરએક મહિનો પહેલા
  • કેનાલમાં પાણી છોડવા માટે ખેડૂતોએ ગઈકાલે ધરણા યોજ્યા હતા
  • ખેડૂતોએ પાણી છોડવા બદલ સરકારનો આભાર માન્યો

ધનતેરસના દિવસે જ ખેડૂતો માટે પાણી રૂપી ધન સુજલામ સુફલામ કેનાલમાં છોડાતાં ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. બનાસકાંઠામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા માટે ખેડૂતોએ ગઈકાલે ધરણા યોજ્યા હતા. જે બાદ આજે ધનતેરસના દિવસે જ વહેલી સવારથી ચાંગા સ્ટેશને સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય કરતા ખેડૂતોએ ધરણા પૂર્ણ કરી પાણી છોડવા બદલ સરકારનો આભાર માન્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં નિહવત વરસાદના કારણે પાણીની સમસ્યા વિકરાળ બની છે. ભુગર્ભ જળ ઉંડા જવાથી ખેડૂતોની મુશ્કેલીમાં નોંધપાત્ર વધારો થયો છે. તે વચ્ચે રવી સીઝનમાં ખેડૂતોને પાણી મળી રહે તે માટે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા માટે ખેડૂતોએ માંગ કરી હતી.

ગઈકાલે તહેવારો નિમિત્તે જ પાણી માટે ખેડૂતોનાં ધરણા યોજાતાં સરકાર સફાળી જાગી હતી. ખેડૂતોના ધરણા મુદ્દે આજે વહેલી સવારથી જ ચાંગા પંપિંગ સ્ટેશનથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. ધરણાં કરી રહેલા ખેડૂતે ધનતેરસના દિવસે દિવસે જ પાણીરૂપી ધન તેમને મળી જતા ખેડૂતોમાં આનદનો માહોલ છવાયો હતો.

ખેડૂતોને સરકારના આભાર માનતા કહ્યું હતું કે રવી સીઝનમાં ભુગર્ભ જળ ઉંડા જવાથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. ત્યારે સરકાર સુજલામ સુફલામ કેનાલમાં રવી સિઝન દરમ્યાન સતત પાણી છોડી ખેડૂતોની મુશ્કેલી દુર કરે.

અન્ય સમાચારો પણ છે...