• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • On National Highway Near Dhanpura Patiya, The Driver Lost Control Of The Steering Wheel And Overturned. Three Occupants Of The Car Were Rescued.

અકસ્માત:ધનપુરા પાટીયા નજીક નેશનલ હાઈવે પર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં ગાડી પલ્ટી ખાઈ ગઈ, કારમાં સવાર ત્રણ લોકોનો આબાદ બચાવ

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર ડિવાઇડર ઉપર ચઢી પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો
  • અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી

અમીરગઢ તાલુકાના ધનપુરા પાટિયા નજીક રાજસ્થાન તરફથી આવી રહેલા એક કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ડિવાઇડર પર ચડી પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો. જો કે સદભાગ્યે કારમાં સવાર ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં અમીરગઢના ધનપુરા પાટિયા નજીક નેશનલ હાઈવે પર રાજસ્થાન તરફથી આવી રહેલી એક કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઇડર ઉપર ચઢી પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા જ આજુબાજુના લોકો ત્યાં દોડી ગયા હતા, અને કારમાં સવાર લોકોને બહાર નીકાળવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે કારમાં સવાર ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતા અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરાવી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...