તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:કોરોનાના 226 કેસ સામે 281 સાજા થયા, 2 ના મોત

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુરમાં 93, ડીસા 72, દાંતા 37, થરાદ 16, દિયોદર 12, ધાનેરા 10, દાંતીવાડા 09, લાખણી 07, વાવ 04, ભાભર 03, અમીરગઢ 01, વડગામ 01, સૂઇગામ 01

બનાસકાંઠા જિલ્લામાં સોમવારે 226 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સામે જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ 281 દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી હતી. જ્યારે 2 દર્દીઓના મોત નિપજ્યાં હતા. તેમજ 4309 જણાંએ કોરોના વાઇરસ સામે રક્ષણ માટે રસી લીધી હતી. બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણને ખાળવા માટે વધુમાં વધુ દર્દીઓને બહાર લાવવા આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી છે. પરિણામે પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.

જીલ્લા એપેડેમિક ઓફિસર ડો. એન. કે. ગર્ગએ જણાવ્યું કે, સોમવારે 226 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં સૌથી વધુ પાલનપુરમાં 93, ડીસા 72, દાંતા 37, થરાદ 16, દિયોદર 12, ધાનેરા 10, દાંતીવાડા 09, લાખણી 07, વાવ 04, ભાભર 03, અમીરગઢ 01, વડગામ 01, સૂઇગામ 01 દર્દી પોઝિટિવ આવ્યા હતા. જેની સામે જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ 281 દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી હતી. તેમજ 4309 જણાંએ કોરોના વાઇરસ સામે રક્ષણ માટે રસી લીધી હતી.

પાલનપુરના લક્ષ્મીપુરા અર્બન1 ની વિધવા આશાવર્કરનું કોરોનાથી નિધન
પાલનપુર લક્ષ્મીપુરામાં રહેતા વિધવા આશાવર્કર દેવિકાબેન પ્રજાપતિ થોડા દિવસ અગાઉ કોરોના સંક્રમણમાં આવ્યા હતા. ત્યારબાદ તેમની માતા અને અપંગ પુત્ર મળી પરિવારના ત્રણેય સભ્યો પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી મહિલા આશા વર્કરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ વધુ તબિયત ખરાબ થતા પાલનપુરના ધારાસભ્ય મહેશભાઇ પટેલે અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી હતી. પરંતુ સોમવારે આશાવર્કર મહિલાનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...