તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • NSUI Seeks Waiver Of 50% Fees Of Students Studying In Government And Private School Colleges, 25% Waiver Of Government And 25% Waiver Of School Board Fees

માંગણી:સરકારી અને ખાનગી શાળા કોલેજોમાં અભ્યાસ કરતા છાત્રોની 50ટકા ફી માફ કરવા NSUIની માંગ, 25% સરકાર અને 25% શાળા મંડળ ફી માફ કરે

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન શિક્ષણના નામે શાળા સંચાલકો મધ્યમવર્ગીય પરિવાર ને લૂંટે નહીં

પાલનપુરમાં સરકારી અને ખાનગી શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની 50 ટકા ફી માફ કરવા જિલ્લા એન એસ યુ આઈ છાત્ર સંઘઠને માંગ કરી છે. લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે "ઓનલાઇન શિક્ષણના નામે શાળા સંચાલકો મધ્યમવર્ગીય પરિવાર ને લૂંટે નહીં,25% સરકાર અને 25% શાળા મંડળ ફી માફ કરે." નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયાની બનાસકાંઠા શાખાના છાત્ર સંગઠનને જિલ્લા કલેકટર ને ઉદ્દેશીને લેખિત રજૂઆત સ્થાનિક વહીવટી તંત્રને કરી હતી

જેમાં જણાવ્યું હતું કે કોરોના મહામારીને લઈ મધ્યમ વર્ગીય પરિવારની કમર ભાંગી ગઇ છે શાળા સંચાલકો વાલીઓ પાસેથી ફી માટે દબાણ કરી રહ્યા છે તેવામાં આર્થિક સંકડામણ અનુભવતા પરિવારો માટે સરકાર દ્વારા સોરી એક વર્ષ માટે શાળાની ફીમાં વધારો કરવામાં ન આવે અને 25 ટકા ફીશાળા સંચાલક તેમજ 25 ટકા ફી સરકાર એમ 50 ટકા ફી વાલીઓની માફ કરવામાં આવે.

આ અંગેની વિગતો આપતા જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ નીતિન ડાકાએ જણાવ્યું હતું કે" હાલની સ્થિતિએ શાળા કોલેજ ક્યારે શરૂ થશે એ નક્કી નથી બાળકો ઓનલાઇન એજ્યુકેશન ઘરે બેસીને મેળવી રહ્યા છે તેવામાં શાળા સંચાલકો દ્વારા ફી ઉઘરાવવા માટે વારંવાર દબાણ કરવામાં આવી રહ્યું છે શાળા સંચાલકો દ્વારા તોતિંગ ફી વસૂલવામાં ન આવે અને પરિવારોને લૂંટવાનું બંધ કરવામાં આવે તેવી માંગ સાથેનું આવેદનપત્ર જિલ્લા વહીવટીતંત્રને પાઠવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...