તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:બનાસકાંઠા જિલ્લાના એન.એસ.યુ.આઈ દ્વારા આર.ટી.ઈની પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપ્યું

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા શિક્ષણ અધિકારીએ આવેદનપત્ર ના સ્વીકારતા એન.એસ.યુ.આઈ દ્વારા રામ ધૂન બોલાઈ
  • નારાથી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ગજવતાં આવેદનપત્રનો સ્વીકાર કરાયો

બનાસકાંઠા જિલ્લાના એનએસયુઆઇ દ્વારા આર.ટી.આઈ.ની પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ પહોંચ્યા હતા. જોકે, જિલ્લા શિક્ષણ અધિકારી એન.એસ.યુ.આઇ.ના હોદ્દેદારોએ આવેદનપત્ર ના શિકાર આતા એનએસયુઆઇ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી આગળ જ રામ ધુન તેમજ એન.એસ.યુ.આઈ સિવાયના નારા લગાવતા સમગ્ર જિલ્લા પંચાયતની કચેરીઓ ગુંજી ઉઠી હતી.

જિલ્લા પંચાયતની કચેરી આગળ નારા લગાવતાં નાયબ જિલ્લા અધિકારી બહાર આવીને એન.એસ.યુ.આઇના હોદ્દેદારોને સમજાવ્યા બાદ નાયબ અધિકારીએ આવેદનપત્ર સ્વીકાર્યું હતું. જેમાં ચાલુ વર્ષે કોરોના કારણે શેક્ષણિક કાર્ય બંદ હતું અને શાળા પણ બંધ છે. અત્યારે નવું સત્ર ચાલુ થયું છે અને જેની પ્રવેશ પ્રક્રિયા વિવિદ્ય શાળાઓ દ્વારા શરૂ કરવામાં આવેલી છે.

ધોરણ એકમાં પ્રેવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ કે જે આર.ટી.ઈ હેઠળ પ્રવેશ મેળવવા માંગે છે પણ હજુ સુધી આર.ટી.ઈની પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી જેથી આના કારણે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જશે તો આ બાબતે આપણે વિનંતી કરીએ છીએ કે સરકારને આ બાબતે રજૂઆત કરી સત્વરે કામ ગિરી શરૂ થાય જેથી પ્રાઇવેટ શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ લઈ શકે જેવું આવેદન પત્ર એન.એસ.યુ.આઈ દ્વારા નાયબ જિલ્લા શિક્ષણ અધિકારીને આપી રજુઆત કરવામાં

અન્ય સમાચારો પણ છે...