તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પાલનપુર મફતપુરા વિસ્તારમાં વરસાદી પાણીની પાઇપનું કામ અધૂરું મુકનાર કોન્ટ્રાક્ટરને નોટિસ

પાલનપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસા પહેલાં કામ પૂરું નહીં થાય તો 300 ઘર વરસાદી પાણી ભરાવાની ભિતી

પાલનપુરના મફતપુરા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે ભૂર્ગભ પાઇપ લાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું હતુ. જોકે, કોન્ટ્રાકટરે આ કામ અધુરૂ મુક્યુ હોઇ પાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જો ચોમાસા પહેલા કામ પુરૂ નહી થાય તો 300 ઘર વરસાદી પાણી ભરાવાની ભિતી સેવાઇ રહી છે. આ મુદ્દે અગાઉ પણ સ્થાનિક રહિશો દ્વારા પાલિકા સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી.

પાલનપુરના મફતપુરા વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ કરવા માટે પાલિકા દ્વારા ભૂર્ગભ પાઇપલાઇનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જે કામ 90 ટકા પૂર્ણ થઇ ગયું છે. જોકે, કોન્ટ્રાકટર દ્વારા બાકીનું કામ અધુરૂ મુકવામાં આવતાં પાલિકાએ નોટિસ ફટકારી છે. નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતુ કે, રૂપિયા 10,41,218ના ખર્ચે સત્યમ કન્સટ્રકશનને સને 2018-19ની ગ્રાંટ હેઠળ કામ સોંપવામાં આવ્યું છે. જોકે, કામગીરી પૂર્ણ કરી નથી.

આગામી ચોમાસાની સિઝન શરૂ થનાર હોઇ આ વિસ્તારના રહીશો તથા સદસ્યોની રજૂઆતો ધ્યાને લઇ નોટિસ આપી બેે દિવસમાં કામગીરી પૂર્ણ કરવા જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મફતપુરા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે કોઇ વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ મકાનોમાં પાણી ભરાઇ જાય છે.

આ અંગે સ્થાનિક રહીશ મજહરભાઇ કુરેશીએ જણાવ્યું કે, પ્રશ્નનો અંત લાવવા માટે અગાઉ પણ નગરપાલિકા સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે. જો, આ ચોમાસા પહેલા પાઇપલાઇનનું કામ પૂર્ણ કરવામાં નહી આવે તો આ વિસ્તારના 300થી વધુ ઘરોમાં પાણીઘૂસી જવાની ભિતી સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...