તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:પાલનપુરમાં વ્યવસાયવેરો ન ભરતા 50 વેપારીઓને નોટિસ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમય મર્યાદામાં વ્યવસાયવેરો ન ભરનારાની મિલ્કતો સીલ કરાશે

પાલનપુર નગરપાલિકામાં વ્યવસાય વેરો ન ભરનારા વેપારીઓ સામે પાલિકા તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જે અંતર્ગત 50 વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ સમયમર્યાદામાં વેરો ભરપાઇ કરવામાં નહી આવે તો તેમની મિલ્કતો સીલ કરવામાં આવશે તેમ વ્યવસાયવેરા અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

પાલનપુર નગરપાલિકામાં વ્યવસાયવેરો ભરપાઇ ન કરનારા વેપારીઓ સામે પાલિકા દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આ અંગે વ્યવસાયવેરા અધિકારીએ જણાવ્યું હતુ કે, વર્તમાન સમયે પાલિકામાં 8700 વેપારીઓએ પોતાના વ્યવસાયની નોંધણી કરાવી છે. જોકે, તેમાંથી મોટાભાગના વેપારીઓ વ્યવસાય વેરો ભરપાઇ કરતા નથી. આથી પાલિકા દ્વારા તેમની સામે કાર્યવાહી હાથ ધરાઇ છે. જે અંતર્ગત 50 વેપારીઓને નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં જણાવાયું છે કે, જો વ્યવસાય વેરો ભરપાઇ કરવામાં નહી આવે તો તેમની મિલ્કતો સીલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પાલિકાની આ કાર્યવાહીના પગલે વ્યવસાયવેરા બાકીદારોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો