તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:હોટલો,ભંગારની દુકાનો સહિત 35 એકમોને નોટિસ,18 પાસેથી 11 હજારનો દંડ વસૂલાયો

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલનપુર નગરપાલિકા અને આરોગ્યની ટીમે શહેરમાં દરોડા પડ્યા ક્ષતિ જણાતાં 18 જણને દંડ કરવામા આવ્યો હતો. - Divya Bhaskar
પાલનપુર નગરપાલિકા અને આરોગ્યની ટીમે શહેરમાં દરોડા પડ્યા ક્ષતિ જણાતાં 18 જણને દંડ કરવામા આવ્યો હતો.
  • પાલનપુર આરોગ્ય અને પાલિકાના ટીમે હાઈવે વિસ્તારમાં 74 જગ્યાએ તપાસ કરી

પાલનપુર હાઇવે વિસ્તારમાં મંગળવારે પાલિકા તેમજ આરોગ્યની બે ટીમોએ અલગ અલગ 74 જગ્યાએ તપાસ હાથ ધરી હતી.જેમાં હોટલો,ભંગારની દુકાનો,ટાયરની દુકાનો સહિત અન્ય જગ્યાએ દરોડા પાડી 35 જગ્યાએ નોટિસ આપી જેમાં 18 દુકાન માલિકો પાસેથી સ્થળ પર રૂ.11,000 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.શહેરમાં રોગચાળો વકરે ન તે માટે તત્ર દ્વારા કાર્યવાહી કરાઈ છે. પાલિકાના 4 સભ્યો તેમજ આરોગ્યની ટીમ ના 10 સભ્યો દ્વારા પાલનપુર શહેર ની અલગ અલગ 74 જગ્યાએ દરોડા પાડયા હતા.

જેમા 17 હોટલો,37 હોસ્પિટલ, 4 ટાયરની દુકાનો, 8 ભંગારની દુકાનો તેમજ અન્ય 8 જગ્યાએ મળી કુલ 74 જગ્યાએ તપાસ કરવામાં આવી હતી.જ્યાં તપાસ કરતા 752 જગ્યાએ હોટલના પાત્રો તેમજ ભંગાર તેમજ ટાયરમાં પાણી ભરેલ 15 જેટલી જગ્યાએ પાણીમાં પોરા જોવા મળ્યા હતા.ત્યારે પાલિકા અને આરોગ્ય ની ટીમે 35 જણ ને નોટિસ આપવામાં આવી હતી. 18 દુકાનો માલિકોને દંડ કરી રૂ.11,000 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...