આવેદનપત્ર:બનાસકાંઠામાં એકપણ સર્વે નંબરની સાચી માપણી કરાઈ નથી : કિસાન કોંગ્રેસ ચેરમેન

પાલનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રેદશ કિસાન કોંગ્રેસના ચેરમેને ખેડૂતોના પ્રશ્નોને લઈ આવેદન પાઠવ્યું હતું. - Divya Bhaskar
પ્રેદશ કિસાન કોંગ્રેસના ચેરમેને ખેડૂતોના પ્રશ્નોને લઈ આવેદન પાઠવ્યું હતું.
  • રાજ્ય સરકારે સુધારણા અરજીના બહાને ખેડૂતોને ડાયવર્ટ કરવાના પ્રયત્નો કર્યા છે
  • જિલ્લાના તમામ ખેડૂતો આગેવાનોએ જિલ્લા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

જિલ્લામાં એક પણ સર્વમાં સાચી માપણી કરાઈ નથી અને રાજ્ય સરકાર સુધારા માટે અરજી કરાવાના બહાને ખેડૂતોને ડાયવર્ટ કરી રહ્યં છે તેવા આક્ષેપ સાથે શનિવારે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરેમેને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ગુજરાત પ્રદેશ કિશાન કોંગ્રેસના ચેરમેન શનિવારે બનાસકાંઠા આવી ખેડૂતોના પ્રશ્નોને લઈ કલેકટર કચેરી આવીને પાણી લાવો, જમીન માપણી રદ કરોના નારા લગાવી સુત્રોચાર કરી નાયબ કલેક્ટરને સંબોધીને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું.આ બાબતે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, જિલ્લામાં એકપણ સર્વે નંબરની સાચી માપણી કરવામાં આવી નથી, એક બાજુ મહેસુલ મંત્રી એમ કહે છે 5 ટકા ભૂલ હોય તો પણ અરજી રદ કરવી જયારે બનાસકાંઠામાં અહીયાં તો 20 ટકા ભૂલ છે તેમ છતાં સરકાર માત્ર થીગડાં મારી અરજીઓ કરાવે છે.

જિલ્લાના પાણીના તળ 800 થી 1000 ફૂટ ઊંડા ગયા છે.જેને લઈ ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલી પડી રહી છે.જ્યાં દાણ, ઘાસચારાના ભાવ વધી રહ્યા છે ત્યારે જિલ્લાના ખેડૂતો માટે બનાસડેરીએ પણ ભાવ વધારવા જોઈએ.જિલ્લામાં હજુ પણ 11 હજાર અરજીઓ પેન્ડિંગ છે તેનો તાત્કાલિક નિકાલ લાવી ખેડૂતોને ન્યાય મળે તે માટે શનિવારે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...