તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માવઠું:બનાસકાંઠાના ભાભરમાં કમોસમી વરસાદી કહેર, ભારે પવન સાથે વરસાદી ઝાપટા વરસ્યા

પાલનપુર2 મહિનો પહેલા
  • વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી

બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ભર ઉનાળે જિલ્લાના સરહદી વિસ્તારોમાં સાંજના સુમારે અચાનક વાતાવરણમાં પલટો આવતાં ભાભર તેમજ આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટાં પડયા હતા.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો ભાભર સુઇગામ તેમજ આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદ જેવો માહોલ સર્જાયો હતો જોકે ભાભર સહિત આજુબાજુના વિસ્તારમાં સાંજના સુમારે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...