તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંશોધન:હવે કોરોના રસી લેવા કતારમાં ઉભા રહેવું નહી પડે, નંબર આવવાની પાંચ મિનિટ પહેલાં મોબાઇલમાં એલર્ટ આવશે

પાલનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર સરકારી પોલિટેકનીકલ કોલેજના વિદ્યાર્થીએ એપ્લિકેશન બનાવી

પાલનપુર સરકારી પોલિટેકનીક કોલેજના વિદ્યાર્થીએ કોરોના વેક્સિનેશન દરમિયાન લાઈનોમાં જોવા મળતી લોકોની લાંબી કતારોમાંથી મુક્તિ મળે તે માટે મોબાઈલ એપ્લીકેશન બનાવી છે. આ એપ્લિકેશનમાં કોડ સ્કેન કરવાથી રસી લેવા આવેલ વ્યક્તિનો જેટલો નંબર આવવાનો છે તે તેના મોબાઈલમાં દર્શાવે છે. જેનાથી તેનો નંબર આવે ત્યાં સુધી તે અન્ય કામકાજ પણ પતાવી શકે છે અને તેનો નંબર આવવાનો સમય થઇ જાય તેના થોડાક સમય પહેલા તેના મોબાઈલમાં મેસેજ દ્વારા એલર્ટ પણ મળી જાય છે.

પાલનપુરની સરકારી પોલિટેકનીક કોલેજમાં અભ્યાસ કરતા નૈલેશ પરમાર નામના એક વિદ્યાર્થીએ વેક્સિનેશન દરમિયાન લાઇનોમાં ઊભા રહેવાની સમસ્યામાંથી કાયમી છુટકારો મળી જાય તેવી મોબાઇલ એપ્લિકેશન બનાવી છે.

ભીડ જોઈને છાત્રને વિચાર આવ્યો
પાલનપુર સરકારી પોલિટેકનીક કોલેજમાં ઈલેકટ્રીકલ વિભાગમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતા બ્રિજેશ પટેલે કોરોના વેક્સિનેશન સેન્ટરો પર ભીડ જોઈ ત્યારે તેમના મનમાં વિચાર આવ્યો કે આવી કોઈ એપ્લિકેશન બનાવી શકાય કે કેમ જેનાથી લાઇનમાં ઉભા રહેવાની સમસ્યામાંથી મુક્તિ મળી શકે. તેઓએ વિદ્યાર્થી નૈલેશ પરમારને વાત કરતા તેણે આ એપ બનાવવા સતત 1 માસ સુધી કામ કરીને અંતે સફળતા મેળવી છે.

તમારો નંબર ક્યારે આવશે આ રીતે જાણ થશે
વેક્સિનેશન સેન્ટર પર એક સ્કેન કોડ લગાવવામાં આવે છે. જે સ્કેન કોડને મોબાઈલ દ્વારા સ્કેન કરવાથી રસી લેવા આવનાર વ્યક્તિનો કેટલામો નંબર છે તે મોબાઈલમાં ડિસ્પ્લે થાય છે. જો તેનો નંબર આવવામાં કલાક જેટલો સમય લાગી શકે તેમ હોય તો તે ત્યાં સુધી અન્ય કામકાજ પતાવી શકે છે. જેનાથી સમયની પણ બચત થાય છે અને તે દરમ્યાન તેના મોબાઇલ પર સતત અપડેટ પણ મળતુ રહે છે કે હવે તેની આગળ કેટલા વ્યક્તિનું વેક્સીનેશન બાકી છે. અંતે જ્યારે 5 નંબર બાકી હોય ત્યારે મોબાઈલમાં મેસેજ દ્વારા એલર્ટ પણ મળે છે. જેથી સમયસર વેક્સીન સેન્ટર પર પહોંચીને રસી મુકાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...