નિર્ણય:ભાગળમાં ચૂંટણીન નહીં યોજાય, સરપંચનું નામ સર્વાનુમતે નક્કી

પાલનપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષોથી ભાગળ ગામના ગામલોકો ભેગા મળી પંચાયતની ચૂંટણી સમરસ જાહેર કરી

ગ્રામ પંચાયતોની ચૂંટણી હવે નજીક છે ત્યારે અનેક સરપંચો સરપંચ બનવા માટે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થનગની રહ્યા છે. અનેક જગ્યાએ સરપંચની ચૂંટણી લોહીયાળ પણ થતી હોય છે પરંતુ પાલનપુર તાલુકાના ભાગળ જગાણા ગામે ગ્રામ પંચાયતને સમરસ કરવાનો નિર્ણય કર્યો છે.જ્યાં દર વર્ષ લઘુમતી સમાજના સરપંચ બને છે.

પાલનપુર તાલુકાના ભાગળ જગાણા ગામમાં ક્યારે ચૂંટણી થઈ નથી. વર્ષ 2012 સુધી ગ્રામ પંચાયત સમરસ થયું છે ત્યારે વર્ષ 2016 માં આંતરિક વિખવાદને કારણે ચૂંટણી યોજાઈ હતી અને જેનું ગામ ને મોટું નુકસાન ભોગવવું પડયું હતું ત્યારે ગામના યુવાનોએ હવે ગામને સમરસ કરવાનો નિર્ણય લીધો છે અને ભાગળ ગ્રામ પંચાયત સમરસ કરવાની તૈયારી કરી લીધી છે.

છેલ્લા પાંચ વર્ષમાં ગ્રામ પંચાયત સમરસ ન હોવાને કારણે ભાગળ ગ્રામ પંચાયતે ઘણું બધું ગુમાવ્યું છે. વિકાસથી ભાગળ ગ્રામ પંચાયત વંચિત છે અનેક વિકાસના કામો પણ નથી થયા ત્યારે ગામમાં આંતરિક વિખવાદ પણ વધુ છે સામસામે પોલીસ ફરિયાદ પણ થઇ છે ત્યારે હવે આગળ ગ્રામજનોને નિર્ણય કર્યો છે કે પંચાયતને સમરસ કરવામાં આવે અને સમગ્ર ગામે એક થઈને ભાગલ ગ્રામ પંચાયતને સમરસ કરવાનો નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...