તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:બનાસકાંઠા જિલ્લામાં કોરોનાને લઈ રાહતના સમાચાર, આજે એક પણ કેસ નહીં

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેસની સંખ્યા શૂન્ય થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો

બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ ઘટાડો જોવા મળી રહ્યો છે જેને લઇ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લામાં કોરોનાની બીજી વેવમાં પ્રતિદિન અઢીસોથી ત્રણસો કોરોના પોઝિટિવ કેસ સામે આવતા હતા જોકે અત્યારે કોરોના પોઝિટિવ દેશોમાં સદંતરે ઘટાડો જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના ની બીજી વેવમાં કોરોના સંક્રમણ નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો હતો. જેને લઇ તંત્ર અને વેપારીઓ દ્વારા જિલ્લાના અનેક શહેરો અને ગામો સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યા હતા. જેથી કરી કોરોના સંક્રમણ ની ચેન તોડી શકાય જોકે હાલમાં કોરોના સંક્રમણ માં ઘટાડો યથાવત જોવા મળી રહ્યો છે જેમાં જિલ્લામાં આજે એક પણ કોરોના પોઝીટીવ ન આવતા કેસ તંત્રએ રાહત નો શ્વાસ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...