તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:પાલનપુરમાં રુપિયા 3.62 કરોડના ખર્ચે નવા બનેલા બસ સ્ટેશનનું CM રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ કરાયું

પાલનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં જૂનું બસ સ્ટેન્ડ તોડીને નવું બસ સ્ટેશન બનાવવામાં આવ્યું
  • રોજના અંદાજે 15 હજાર મુસાફરોને વાહન-વ્યવહારની સાથે સારી સુવિધા મળશે

એસ.ટી.બસમાં મુસાફરી કરતા મુસાફરોને સારી સુવિધાઓ મળી રહે તે હેતુથી પાલનપુર શહેરમાં આવેલા જુના બસ સ્ટેશનને તોડી સરકાર દ્વારા રૂ.363 લાખના ખર્ચે નવીન બસ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યુ હતુ. જેની આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. જેમાં મંત્રી દિલીપ ઠાકોર, બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલ, દિનેશ અનાવાડીયા સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા પાલનપુર મુકામે રૂ. 362.54 લાખના ખર્ચથી બાંધવામાં આવેલા આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન બસ સ્ટેશનથી રોજના અંદાજે 15,000 મુસાફરોને વાહન-વ્યવહારની સાથે સારી સુવિધા પ્રાપ્ત થશે.

આ બસ સ્ટેશનમાં 762 બસોનું આવાગમન રહેશે. જેમાં વિદ્યાર્થી ટ્રીપ- 322 દૈનિક, એક્ષપ્રેસ ટ્રીપ- 45, લોકલ ટ્રીપ- 495, અન્ય ડેપો વિભાગની ટ્રીપો- 222, આમ કુલ ટ્રીપો 762 દૈનિક રહેશે. આ બસ સ્ટેશન પરથી વિદ્યાર્થીઓને માસિક 3000 પાસ અને વિદ્યાર્થીનીઓને માસિક 1200 પાસ રાહત દરે કાઢી આપવામાં આવશે. આમ કુલ 4200 જેટલાં પાસ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આવવા-જવામાં સરળતા રહે તે માટે કાઢી આપવામાં આવશે.તથા મુસાફર પાસ માસિક 1500માં કાઢી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...