વેક્સિન:ઇકબાલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઇમ્યુનાઈજેસન પ્રોગ્રામ હેઠળ એક નવી વેક્સિન સામેલ કરાઇ, બાળકોને ગંભીર બીમારીથી રક્ષણ આપશે

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ વેક્સિનનો પહેલો ડોઝ બાળકને જન્મના છ અઠવાડિએ અપાશે

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઇમ્યુનાઈજેસન પ્રોગ્રામ હેઠળ એક નવી વેક્સિન સામેલ કરવામાં આવી છે. PCV ન્યુમો કોકલ એજ્યુકેટ વેક્સિન જે બાળકને જન્મના છ અઠવાડિએ, 14 અઠવાડિયે અને તેનો બુસ્ટર ડોઝ 9 માસે મુકવામાં આવશે.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇકબાલગઢ ખાતે ભારત સરકાર અને ગુજરાત સરકારના રૂટિન ઇમ્યુનાઈજેશન (UIP) પોગ્રામ હેઠળ એક નવી વેક્સિનને સામેલ કરવામાં આવી છે. PCV (ન્યુમો કોકલ કેજયુગેટ વેક્સિન)જે બાળકો ને જન્મના 6 અઠવાડિયે 14 અઠવાડિયે અને તેનો બુસ્ટર ડોઝ 9 માસે મુકવામાં આવશે. જે બાળકને ન્યુમોનિયા જેવા ગંભીર રોગ સામે રક્ષણ પૂરું પાડશે.

આજ રોજ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ઇકબાલગઢ ખાતે PCV વેક્સિનને રૂટિન ઇમ્યુનાઈજેશનમાં સમાવી આજ તેનો શરૂઆત કરવામાં આવી હતી. જેમાં તાલુકા સદસ્ય બીનાબેન પંડ્યા. યોગેશભાઈ પંડ્યા. પ્રા આ કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. રમીલાબેન ચૌધરીએ ઉપસ્થિત રહી ઉપરોક્ત PCV વેક્સિન મુકવાની શરૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...