લોકોનો આક્રોશ:પાલનપુરમાં નવી ભૂગર્ભ ગટર લાઈન ઠેર ઠેર લીકેજ,લોકો ખફા

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદ આવે તો જ રીપેર કરતી એજન્સી સામે લોકોનો આક્રોશ

પાલનપુરમાં કરોડના ખર્ચે સમગ્ર શહેરમાં ભૂગર્ભ ગટરની પાઈપ લાઈનનું કામ ચાલતા અનેક મુશ્કેલીઓ ઊભી થઈ છે. ગટર લાઈનમાં ઠેર ઠેર લીકેજ સર્જાય છે. જ્યાં ફરિયાદ આવે તોજ રીપેર કરતી એજન્સી સામે લોકો ખફા થયા છે.

મીરાંગેટથી ત્રણ બત્તી રોડ ઉપર ભૂગર્ભ ગટરના કૉન્ટ્રાક્ટરની બેદરકારીના પાપે પાણીની પાઈપલાઈન તૂટી જતાં રોડની નીચે પાણી લીકેજ થતું હતું અને પાણી બહાર આવતું હતું. આ બાબતે સ્થાનિકોએ કોન્ટ્રાકટરને ફોન કરી જાણ કરતા કોન્ટ્રાક્ટર આઉટ ઓફ પાલનપુર હોઈ તેમણે પાલનપુરના સ્થાનિક કારીગરને ફોન કરી લીકેજ દૂર કરવા જણાવતાં બુધવારે મોડી સાંજે કારીગર કામ કરતો જોવા મળ્યો હતો.આવી સ્થિતિ આખા માર્ગ ઉપર ઠેર ઠેર જોવા મળી રહી છે.

સવારે પણ નાની બજારમાં જે પાણી ઉભરાયું હતું એ વિશે સભ્ય મહંમદભાઈ મન્સુરીએ જણાવ્યું હતું કે, બાવા સાહેબની મસ્જિદ પાસે પાણીની પાઇપલાઇનમાં લીકેજ હોવાથી આ સ્થિતિ સર્જાઈ હતી. જે લીકેજનું તેમણે પણ સમારકામ કરાવ્યું હતું.

પ્રશ્નો લઈ લોકો આગળ ઢોલ પીટી જગાડીશું
પાલનપુર શહેરમાં સર્વત્ર ટ્રાફિકના પ્રશ્નો છે ઠેર ઠેર રસ્તા તૂટી ગયા છે પાઇપલાઇનનું કામ યોગ્ય રીતે થયા નથી જેને લઇ શહેરના તમામ વોર્ડમાં ઢોલ વગાડી શું અને તેમને જગાડી શું સોસાયટીના રહીશો સાથે બેઠક યોજી તેમનો સહકાર મેળવીશું. નીતિન ઠાકોર ,રહીશ

અન્ય સમાચારો પણ છે...