તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂ ઝડપાયો:ખીમાણા ટોલ પ્લાઝા પાસે અકસ્માતગ્રસ્ત ગાડીમાંથી દારૂ મળી આવ્યો, પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો દાખલ કર્યો

પાલનપુર6 દિવસ પહેલા
 • પાલનપુર પોલીસે દારૂ અને ગાડી સહિત રૂપિયા 5.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

પાલનપુર ખીમાણા ટોલ પ્લાઝા પાસે અકસ્માત ગ્રસ્ત ઇનોવા ગાડીમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે દારૂનો જથ્થો અને ગાડી સહિત કુલ 5.88 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે અકસ્માત બાદ ગાડી મુકીને ફરાર થયેલા ચાલક સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનમાંથી બુટલેગરો દ્વારા અવારનવાર દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરતા હોય છે. જેની સામે પોલીસ બુટલગરોના પ્રયાસને નિષ્ફળ કરવા સતર્ક રહે છે. ત્યારે પોલીસની નજરથી છુપાવીને પણ ઘણીવાર ગુજરાતમાં દારૂનો જથ્થો ઘુસાડવામાં સફળ થતા હોય છે. ત્યારે પાલનપુર ખીમાણા ટોલપ્લાઝા પર આજે એક ઈનોવા ગાડી ડિવાઈડર પર ચઢી જતા અકસ્માત થયેલી હાલતમાં પડી હતી.

દરમિયાન ટોલ પ્લાઝા પર પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી. તે સમયે આ અકસ્માતગ્રસ્ત ઇનોવા કારની પણ તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે ઇનોવા કાર અને વિદેશી દારૂ તથા બિયરની 553 બોટલ જપ્ત કરી હતી. અને કુલ 5,88,320 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે અકસ્માત બાદ ગાડી મૂકી ફરાર ચાલક સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો