હનુમાન જયંતિ:પાલનપુરમાં નવાબે બંધાવેલું કંથેરિયા હનુમાન મંદિર જ્યાં મંગળવારે ભક્તો લાડુ અને મીઠુંપાન ધરાવે છે

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે હનુમાન જયંતિએ નગરજનોને પ્રસાદ ગ્રહણ કરાવાશે

પાલનપુર શહેરનું ઐતિહાસિક કંથેરિયા હનુમાન મંદિર વડલી વાળા પરા વિસ્તારમાં આવેલું છે. અહીં બારેમાસ ભક્તોની ભીડ જામે છે. નવાબ સાહેબે અહીં મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, નવાબ સાહેબના પરિવારમાં કોઈ બીમાર પડ્યું અને આ વિસ્તારમાંથી કોઈ વનસ્પતિ લાવી પરિવારના સભ્યને સાજા કર્યા હતા જે બાદ અહીં મંદિર બનાવ્યું, હનુમાન દાદાની ચમત્કારિક પ્રતિમા અહીં સો વર્ષ પહેલાં પ્રસ્થાપિત થઇ.

અહીં બિરાજતા દાદાને લાડુ અને પાન બહુ ભાવે છે અને એટલેજ દર મંગળવારે ભાવિક ભક્તો હનુમાન દાદાને પાન ખવડાવવા અને લાડુ થી મ્હો મીઠું કરાવવા આવી જાય છે. દર શનિવારે અહીં દાદાને તેલ શીંદુર અને આકડાની માળા ચઢાવે છે.

અનેક સેવાભાવી લોકો અહીં હનુમાન દાદાની ભક્તિમાં નિત્ય કર્મે જોડાયેલા રહે છે અને પોતાની શક્તિ મુજબ તન મન ધનથી સેવા કરે છે. બારે માસ દિન દુખિયાઓ ને જમાડવામાં આવે છે ગાયો માટે પણ અહીં એક ગૌશાળા નું નિર્માણ કરવામાં આવ્યું છે હનુમાન જ્યંતી એ આખું પાલનપુર શહેર આ દિવસે એક રસોડે જમે છે કોઈ પણ પ્રકારના નાત જાતના ભેદભાવ વિના ભાઈ ચારાની ભાવના સાથે અહીં તમામ પ્રસંગો સુખરૂપ પાર પાડવામાં આવે છે. આ ઉપરાંત અહીં રોજે રોજ આવતા દર્શનાર્થીઓને વિના મુલ્યે નિદાન સારવાર મળી રહે તેમાટે એક તબીબ પણ હંમેશ ખડે પગે રહે છે.

અન્ય સમાચારો પણ છે...