કૃષિ સંમેલન:દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે મંત્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ સંમેલન યોજાયું

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રિ-વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ અંતર્ગત વડાપ્રધાને ખેડૂતોને વર્ચ્યુઅલ સંબોધન કર્યુ
  • પ્રાકૃતિક ખેતી અપનાવી આપણી આવતીકાલને સુખી-સમૃદ્ધ બનાવીએ : કિર્તીસિંહ વાઘેલા

ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પ્રિ-વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ અંતર્ગત આણંદ ખાતે યોજાયેલા કૃષિ સેમિનાર કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને વર્ચ્યુઅલ સંબોધન કર્યુ હતું. જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. જેના અંતર્ગત દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ સંમેલન યોજાયું હતું.

આ સંમેલનમાં મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, પ્રાચીન યુગથી આપણે પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા હતાં. આઝાદી પછી હરીયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ લાવવામાં વધારે પડતા રાસાયણિક ખાતરો અને દવાઓના ઉપયોગથી ફાયદાઓની સાથે નુકશાન પણ થયું છે. રાસાયણિક ખાતરોના આડેધડ ઉપયોગના લીધે માણસના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસરો પડી છે.

તેમણે ઉમેર્યુ હતું કે, રાસાયણિક ખાતરો અને દવાઓના બેફામ ઉપયોગથી કૃષિ ઉત્પાદન ક્ષેત્રે દેશમાં પ્રથમ ગણાતા પંજાબ રાજ્યમાં કેન્સર જેવી બિમારીઓનું પ્રમાણ પણ વધ્યું છે. તેમણે કહ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે બદલાવ લાવવા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહ્વાહન કર્યુ છે. તેવી જ રીતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ખેડૂતોને સતત માર્ગદર્શન આપે છે.

તેમણે ખેડૂતોને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, ગાય આધારીત પ્રાકૃતિક ખેતી અપનાવી આપણી આવતીકાલને સુખી-સમૃદ્ધ બનાવીએ. ખેડૂતો ગાય આધારીત ખેતી કરતા થાય તે માટે રાજ્ય સરકારે યોજના બનાવી દેશી ગાય રાખનાર ખેડૂતોને પ્રતિ માસ રૂ. 900 અને વાર્ષિક રૂ. 10 હજાર 800ની સહાય આપવામાં આવે છે, ત્યારે તેનો લાભ લઇ નેચરલ ખેતી કરીએ.

અન્ય સમાચારો પણ છે...