સલામતી દિવસની ઉજવણી:અકસ્માતોને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તેની જાગૃતિ માટે પાલનપુરમાં રાષ્ટ્રીય સલામતી દિવસની ઉજવણી કરાઇ

પાલનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખિલખિલાટ સ્ટાફ દ્વારા ગર્ભાવસ્થા દરમિયાન જરુરી મેડિકલ તપાસ વિશેની પણ માહિતી આપવામાં આવી

લોકોની સલામતી માટે તથા અકસ્માતોને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તે અંગે જાગૃતિ લાવવા પાલનપુર ખાતે 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા તા. 4 માર્ચે રાષ્ટ્રીય સલામતી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સલામતી પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકીને તેનો હેતુ અને પોતાને કે અન્ય લોકોને કોઈ જોખમ ન થાય તે માટે સલામત રીતે કામ કરવાની સામાન્ય બાબતોથી લોકોને માહિતગાર કરાયા હતા.

રાષ્ટ્રીય સુરક્ષા દિવસ નિમિતે ઉત્તર ગુજરાત 108 અને ખિલખિલાટ સ્ટાફ દ્વારા લોકોમાં સેફ્ટી પ્રત્યેની જાગૃતિ માટે જુદા જુદા સ્થળોએ ડેમોનું આયોજન કરવામા આવ્યું હતુ અને લોકોને અલગ અલગ પરિસ્થિતિમાં શુ સેફ્ટી રાખવી જોઈએ તેનુ માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ હતુ.

વધુમાં ખિલખિલાટ સ્ટાફ દ્વારા ગર્ભાવસ્થા દરમિયાન જરુરી મેડિકલ તપાસ વિશેની પણ મહિતી આપવામાં આવી હતી અને તે વ્યક્તિગત સલામતી માટે કેટલું જરુરી છે તે સમજાવવામાં આવ્યુ હતુ. લોકોને વ્યક્તિગત સલામતી માટે ખુબ જ મહત્વપૂર્ણ એવી 108 સીટીઝન એપ્લિકેશન વિશે માહિતી આપવાના આવી હતી અને એપ્લિકેશન ડાઉનલોડ પણ કરાવવામાં આવી હતી તથા લોકોની સેફ્ટી માટે 24×7 હાજર રહેવાની 108 સ્ટાફ દ્વારા પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...