તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડગામ તાલુકાના નાંદોત્રા ગામના સામાજિક કાર્યકર છેલ્લા 29 વર્ષથી અનુ.જાતિ સમાજને કુરિવાજથી દુર કરવા ગામડે-ગામડે ફરી મીટીંગો યોજી સમાજના લોકોને મૃત્યુ ભોજન સદંતર બંધ કરવા સમજાવાય છે. કોઈ વ્યક્તિ મરણ પામે તો પરિવારના ત્યાં 12 દિવસ સુધી મૃત્યુ ભોજન ચાલતું હતું. હવે મોટાભાગના ગામના લોકો સહકાર આપી રહ્યા છે અને 12 દિવસ મૃત્યુ ભોજન બંધ કરી હવે એક દિવસ પર આવ્યા છે. નાંદોત્રા ગામના વતની અને હાલ પાલનપુર ચાણક્યપુરી સોસાયટીમાં રહેતા મોહનભાઇ રાજને એક વિચાર આવ્યો કે મારા અનુ.જાતિ સમાજના લોકો હજુ મૃત્યુ ભોજન કરાવે છે જે યોગ્ય નથી.
હવે જેમ જેમ સમય બદલાય છે તેમ સમયને મન આપી ચાલવું જોઈએ જેવા ઉદ્દેશથી સમાજના લોકોના ગામે ગામે ફરી લોકોને સમજાવે છે અને કુરિવાજો બંધ કરવાના અભિયાન સાથે કામ કરી રહ્યા છે. આ બાબતે મોહનભાઇ રાજે જણાવ્યું હતું કે, હું લગભગ સમાજના દરેક ગામડે ગામડે જઈને મારી સમાજના લોકોને સમજાવું છું. પહેલા સમાજમાં કોઈનું મરણ થાય તો સમાજમાં 12 દિવસ સુધી મૃત્યુ ભોજનની પ્રથા હતી પરંતુ મારા અભિયનથી મારી સમાજના લોકો હવે એ 12 દિવસ બંધ કરી હવે એક દિવસ પર આવ્યા છે.
અગાઉ ભોજનમાં મિષ્ઠાન તેમજ શીરો આપવામાં આવતો હતો હવે દાળ-ભાત ખવડાવામાં આવે છે. હજુ મારી ઇચ્છા એવી છે કે મૃત્યુભોજન સદંતર બંધ થવું જોઈએ એના માટે અમે ગામડે ગામડે જઈને મિટિંગ કરીએ છીએ. કોઈના સ્વજનનું મૃત્યુ થાય તો અમે ઘણીવાર એમને ફોન કરી મૃત્યુ ભોજન ન કરવા વિનંતી કરીએ છીએ.’
મૃત્યુ ભોજનની પ્રથા હવે એક દિવસ પર આવી
‘અનુસૂચિત જાતિના કોઈ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે પરિવારના ઘરે 12 દિવસ સુધી જમવાનું બનતું ન હતું. પરંતુ કુરિવાજ બંધ કરી હવે એક દિવસ ઉપર આવ્યા છે અને હજુ પ્રયત્નો ચાલી રહ્યા છે કે એક દિવસ ચાલતું મૃત્યુ ભોજન પણ સદંતર બંધ થવું જોઈએ.’
સ્ત્રીઓને સમજાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે
અનુસૂચિત જાતિના સમાજમાં કોઈ મહિલાનું અવસાન થાય તો અભિયાનના સર્વે મુજબ પુરુષો કરતાં સ્ત્રીઓ મૃત્યુ ભોજન લેવા વધારે બેસે છે. જેથી અમારા અભિયાન દ્વારા મહિલાઓને સમજાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.: મોહનભાઇ રાજ (સામાજિક કાર્યકર)
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.