હાઉસફુલ:માઉન્ટ આબુમાં રવિવારે દસ હજારથી વધુ વાહનો પહોંચ્યા

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોટાભાગની હોટેલ-ગેસ્ટ હાઉસ પર હાઉસફુલનાં પાટીયા લાગ્યાં
  • કોરોના મહામારી વચ્ચે પણ ગુજરાતીઓ ફરવા નીકળી પડ્યા હતા

કોરોના સંક્રમણની મહામારી વચ્ચે પણ ગુજરાતી સહેલાણીઓ માટે માઉન્ટ આબુ પહેલી પસંદ છે. શની રવિની રજાઓમાં અંદાજિત 10 હજારથી પણ વધુ વાહનો હિલ સ્ટેશન માઉન્ટ આબુ પહોંચ્યા હતા. મોટાભાગના હોટેલ ગેસ્ટ હાઉસ પર હાઉસફુલ ના પાટીયા લાગી ગયા હતા. હોટેલ એસોસિએશન ના સુત્રો જણાવ્યું હતું કે શુક્ર શનિ રવિ ના દરોમાં બુકિંગ બે થી ઘણું હોવાથી સામાન્ય કરતા થોડો વધારો હાલના મોનસુનના દિવસોમાં જોવા મળી રહ્યો છે. માઉન્ટ આબુમાં વધુ પડતી ભીડના લીધે મુખ્ય બજાર રોડ, પોલોગ્રાઉન્ડ રોડ, સનસેટ પોઇન્ટ રોડ, પાલિકા બજાર રોડ પર કલાકો સુધી ટ્રાફિકજામ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...