કાર્યવાહી:પાલનપુરમાં ગાંધીનગર વિજેલેન્સના દરોડા, સલાટ વાસમાંથી એક લાખથી વધુનો દારૂ ઝડપાયો

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિઝીલેન્સની ટીમે રૂ.1.2 લાખનો દારૂ ઝડપી ત્રણ સામે ગુનો નોંધાવ્યો

પાલનપુર શહેરમાં ગાંધીનગરની વિજિલન્સની ટીમ દારૂના અડ્ડાઓ પર રેડ કરી હતી. ગતરાત્રે ફરી એકવાર માનસરોવર રોડ પર આવેલા ખોડિયાર નગરના સલાટ વાસમાં ધમધમતા દારૂના અડ્ડા પર વિજિલન્સની ટીમ ત્રાટકી હતી.

પાલનપુરમાં વિઝીલન્સની ટીમે બંધ મકાનમાંથી દેશી-વિદેશી દારૂ મળી કુલ રૂ. 1.02 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. જેમાં આરોપીના બંધ મકાનમાં તથા પાર્લરના પાછળ આવેલા જૂના મંદિરની અંદર દારૂની 456 બોટલો તથા દેશી દારૂ 79 લીટર સહિત કુલ મુદામાલ 1 લાખ 2 હજાર 715 રૂપિયા મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો હતો. જેમાં રતન સલાટ, રણછોડ ઉર્ફે છલીયો સલાટ અને હરજી સલાટ (રહે. ખોડિયાર નગર, પાલનપુર) નામના ત્રણ આરોપીઓ સામે પશ્ચિમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આમ, ફરી એકવાર વિજિલન્સની ટીમે દારૂની સફળ રેડ કરી હતી

અન્ય સમાચારો પણ છે...