દિયોદર ખાતે બનાસડેરીના નવા પ્લાન્ટનાં ઉદ્ઘાટન પહેલા પ્રેશ કોન્ફરન્સ યોજાઈ હતી. બનાસડેરીના ડેરીનાં ચેરમેન શંકર ચૌધરી દ્વારા દિયોદરનાં સણાદર ખાતે નવીન ડેરી સંકુલમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં શંકરભાઇ ચૌધરીએ તમામ માહિતી આપતા જણાવ્યું હતું કે, 19 તારીખે બનાસડેરીના નવા પ્લાન્ટનાં ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે.
એસિયાની નંબર વન બનાસડેરીના આ નવીન સંકુલમાં અત્યંત આધુનિક નવીન પ્લાન્ટ નાખવામાં આવ્યા છે. એક જિલ્લામાં બીજો દિયોદરનાં સનાદર ખાતે અત્યાધુનિક પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. 151 વીઘા જમીનમાં બનાવવામાં આવ્યો છે. પ્લાન્ટમાં 100 ટન પ્રતિદિન ઉત્પાદન ક્ષમતા છે. એક લાખ લીટર પ્રતિ દિન આઈસક્રીમ પ્લાન્ટ 20 ટન પ્રતિદિન ખોવા તેમજ 6 ટન પ્રતિદિન ચોકલેટ એનોબ્રિંગ પ્લાન્ટની વ્યવસ્થા છે. 48 ટન પ્રતિની બટાટા પ્રોસેસિંગની ક્ષમતા વાળો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. બનાસ કોમ્યુનિટી fm રેડીયો 90.4 સ્ટેશન ઉભુ કરવામાં આવી રહી છે. જે લોક શિક્ષણ અને પશુપાલનનો ખૂબ જ ઉપયોગી થશે.
બનાસ ડેરી ચીઝ પ્લાન્ટની ક્ષમતા 30 મેટ્રિક ટન પ્રતિ દિનથી વધારીને 60 મેટ્રિક ટન પ્રતિદિન તેમજ વે પાવડર પ્લાન્ટની ક્ષમતા 4.5 લાખ લીટર પ્રતિ દિનથી વધારીને 09 લાખ લિટર પ્રતિ દિન કરવામાં આવ્યું છે. નવીન ચાર ગોબરગેસ પ્લાન્ટ ખીમાણા રતનપુરા રાધનપુર તેમજ થાવર મુકામે કરવામાં આવશે. ત્યારે આનવા અત્યંત આધુનિક પ્લાન્ટનું 19 એપ્રિલે દેશના વડાપ્રધાન દ્વારા તમામ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લો પશું પાલન તેમજ ખેતી પર નિર્ભર છે. ત્યારે વડાપ્રધાનને આવકારવા માટે જિલ્લાનાં પશું પાલકોમાં ખુશી છે. ત્યારે આ ઉદ્ઘાટનમાંનાં મહિલા સંમેલનમાં 4 લાખથી વધુ પશું પાલકો હાજર રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરી તેમજ ડેરી ટીમ સહિત સરકારી વહીવટી તંત્ર દ્વારા વડાપ્રધાનની તૈયારીઓને લઇ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.