વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપરથી વિવિધ ગામોમાં ઓટો રિક્ષા ચાલકો દ્વારા શટલ ચલાવવામાં આવે છે. જોકે જ્યાં ઓટો રિક્ષાઓ ઉભી રાખવામાં આવતી હતી ત્યાં હાઇવેને છ માર્ગીય બનાવવામાં આવતાં શટલ મારતાં રિક્ષા ચાલકોના સ્ટેન્ડને લઈ ભારે સમસ્યા ઉભી થઇ છે.
પાલનપુર-મહેસાણા વચ્ચે છ માર્ગીય હાઇવેની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. દરમિયાન છાપી હાઇવે ઉપર જ્યાં ઓટો ચાલકો માટે સ્ટેન્ડ હતા તે જગ્યાએ હાઇવેને પહોળો કરાતાં ઓટો રિક્ષાઓ ઉભી રાખવાની મોટી સમસ્યા ઉભી થતાં ઓટો ચાલકોને હાઇવે ઉપર પોતાની ઓટો ઉભી રાખવા માટે મોટી સમસ્યા ઉભી થઇ છે.
છાપીથી પીરોજપુરા, માહી, મેતા, છાપી તરફ શટલ મારતાં ત્રણસો કરતા વધુ ઓટો રિક્ષા ચાલકો દિવસ દરમિયાન શટલ મારી પરિવારનું ગુજરાન ચલાવતા રીક્ષા ચાલકોને બે ટાઈમની રોટી કમાવવી મુશ્કેલ બની છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ઓટો ચાલકો માટે સ્થાઈ સ્ટેન્ડ આપવા માંગ ઉઠી છે.
અકસ્માતનો ભય
ઓટો ચાલકોનું સ્ટેન્ડ છીનવાઈ જતાં ચાલકોને પોતાની ઓટો રિક્ષાઓ હાઈવે ઉપર ઉભી રાખવા માટે મજબૂર બનવું પડ્યું છે. હાઈવે ઉપર ઓટો ઉભી રાખવાના કારણે પુરઝડપે દોડતા વાહનોના કારણે અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.