તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મ્યુકરમાઈકોસિસ:બનાસકાંઠામાં મ્યુકરમાઈકોસિસથી વધુ 3નાં અમદાવાદ સિવિલમાં મોત

પાલનપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુરૂવારે અમીરગઢ, વડગામના કોટડી અને મજાદરના દર્દીનાં મોત
  • પાલનપુર 08, ડીસા 05, વડગામ 02, ધાનેરા 02, થરાદ 02, દાંતા 01, દિયોદરમાં 01 કોરોના કેસ

મ્યુકરમાઇકોસિસના લીધે જિલ્લામાં વધુ 3ના મોત થયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ અમીરગઢ, વડગામના કોટડી અને મજાદર ગામના દર્દીઓ મોતને ભેટ્યા છે. અત્યાર સુધી જિલ્લામાં મ્યુકરના 60 દર્દી પૈકી કુલ 14 જણા મોતને ભેટી ગયા છે. મ્યુકરમાઇકોસિસના કેસોની સંખ્યા વધીને 60 પર પહુચી છે.

દરમિયાન વડગામ તાલુકાના મજાદર ગામના 63 વર્ષીય પુરુષનું, વડગામ તાલુકાના કોટડા ગામ 50 વર્ષીય પુરુષનું અને અમીરગઢ તાલુકાની 52 વર્ષીય મહિલાનું મોત નીપજી ગયું છે. આરોગ્ય વિભાગના સૂત્રોએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે "અત્યાર સુધી જિલ્લામાં સૌથી વધુ મોત વડગામ તાલુકામાં 7 જેટલા નોંધાયા છે. જ્યારે સૌથી વધુ કેસ પાલનપુરમાં 19 જેટલા નોંધાયા છે. 14 તાલુકા પૈકી હજુ સુધી દાંતા અને સૂઇગામ તાલુકામાં એક પણ મ્યુકરનો કેસ નોંધાયો નથી."

જિલ્લામાં ગુરૂવારે કોરોનાના 21 કેસ
બનાસકાંઠા જિલ્લામાં ગુરુવારે 21 પોઝિટિવ કેસ નોંધાયા હતા. પાલનપુરના 08 ઉપરાંત ડીસા 05, વડગામ 02, ધાનેરા 02, થરાદ 02, દાંતા 01, દિયોદર 01 દર્દી પોઝિટિવ આવ્યો હતો. જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા 21 પોઝિટિવ દર્દીઓ સાજા થતાં તેમને રજા અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...