તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:બનાસકાંઠાના લાખણીમાં પાણીની માગ સાથે 250થી વધુ ખેડૂતોએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતો ઢોલ વગાડતા વગાડતા મામલતદાર કચેરી પર પહોંચ્યા
  • સુજલામ સુફલામ કેનાલ ચાલુ કરવામા ના આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે પાણીના તળ ઉંડા જઈ રહ્યા છે. આ વર્ષે પ્રથમ રાઉન્ડમાં સામાન્ય વરસાદ થયા બાદ હજુ સુધી પૂરતા પ્રમાણમાં વરસાદ પણ થયો નથી અને વરસાદન થતાં ખેડૂતોએ વાવણી કરેલો પાક પણ પાણી ના અભાવે બળી જવાની તૈયારીમાં છે. સરકારે સુજલામ સુફલામ કેનાલમાં ચાલુ પાણી પણ બંધ કરી દેતા હવે ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે.

ખેડૂતો ની વેદના ન સાંભળી શકતી સરકાર સામે લાખણી માં 250 થી પણ વધુ ખેડૂતોએ અનોખો વિરોધ દર્શાવ્યો છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ ચાંગા પંપીંગ સ્ટેશન થી સુજલામ સુફલામ કેનાલમાં પાણી નાખવાનું ચાલુ ન કરતાં આજે 250 જેટલા ખેડૂતો ઢોલ વગાડતા વગાડતા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને મામલતદાર ને આવેદનપત્ર આપી તાત્કાલિક પાણી છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ખેડૂત આગેવાન અમારા ભાઈ પટેલે જણાવ્યું હતું કે અત્યારે આમેં લાખણી મામલતદાર સાહેબ ને રજુઆત આવેદનપત્ર આપવા આવ્યા છીએ તાત્કાલીક અમારી ચોગા પમપિંગ અને સુજલામ સુફલામ ચાલું થાઈ સરકાર નો અમે આભાર માનીએ છીએ કે ઉનાળામાં પાણી આપ્યું શીયાળામાં પાણી આપ્યું પણ અત્યારે વરસાદ ખેંચવાના કારણે પાણી ની ખુબજ જરૂર છે જો પાણી નહીં આવે તો અહીંનો પાક નિષ્ફળ જાય તેમ છે કારણે કે નવુ વાવેતર થાઈ તેવી પરિસ્થિતિ નથી ને જે વાવેલું છે તે બધું બળે તેવું છે એટલે સરકાર ને ચોગા પંપીંગ ચાલુ કરવા રજુઆત કરી છે અને ટૂંક સમયમાં જો ચોગા પંપીંગ ચાલુ નહીં થાઈ તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે અને અત્યારથિ જ અમે આંદોલન ની શરૂઆત કરીએ છીએ

અન્ય સમાચારો પણ છે...