તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓડિયો ક્લિપ વાયરલ:ધાનેરામાં પૈસાના જોરે સભ્યોને ખરીદી મામલે 5 લાખનો અસ્વીકાર કરનારે જ ભાંડો ફોડી દીધો

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પ્રમુખ કિરણબેન સોનીના પતિ સંજયભાઈની સત્તા માટેની હરક્તથી થુ થુ જેવી સ્થિતિ સર્જાઈ
  • પ્રમુખના પતિ સંજયએ નગરસેવક અલ્પેશના પિતાને મનાવવા 4 મિનિટ સુધી વાતો કરી હતી

ધાનેરામાં ભાજપ સામે બળવો કરી પત્નીને નગરપાલિકામાં પ્રમુખ પદે બેસાડનાર સંજય સોની હવે 5 લાખની ઓફર આપી હોવાની ઓડિયો કલીપ વાયરલ થયા બાદ વિવાદોમાં સપડાયા છે. પ્રમુખ પદની ખુરશીમાં બિરાજેલા મહિલા પ્રમુખ કિરણબેન સોનીના પતિ સંજયભાઈની સત્તા લાલસાની હરક્તથી થુ થુ જેવી સ્થિતિ સર્જાઈ છે.

પ્રમુખ પતિ સંજય સોનીએ નગરસેવક અલ્પેશના પિતાને મનાવવા 4 મિનિટ સુધી વાતો કરી હતી જે ઓડિયો કલીપ બાદ બીજી વાર પણ સભ્યને મનાવવાના પ્રયાસો કર્યા હતા જોકે અલ્પેશે કિરણબેન તરફી મતદાન કર્યું નહોતું અને જે બાદ આ ઓડિયો કલીપ લોકો સમક્ષ લાવી દીધી હતી.આ ઓડિયો ક્લિપથી વ્યથિત લોકોએ આક્ષેપ લગાવ્યા હતા કે પ્રમુખે સત્તા હાંસલ કરવા પોતાની તરફેણમાં માત્ર એક વર્ષ બાકી હોવા છતાં એક કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હશે. જેની ચૂંટણી પંચ સમક્ષ ન્યાયિક તપાસ થવી જોઈએ. બન્ને વચ્ચે થયેલો સંવાદ.....

"રાજા લાખ બે લાખ નહીં એક ધડાકે પાંચ લાખ આપીશ'
પ્રમુખપતિ સંજયભાઇ : હા રાજા..
સભ્યના પિતા રાજુભાઇ : બોલ ભાઇ...
પ્રમુખ પતિ સંજયભાઇ : ઘરે એકલો જ છે, તો પછી હવે શું કર્યું નક્કી..
સભ્યના પિતા રાજુભાઇ : તો શું કરશો
પ્રમુખ પતિ સંજયભાઇ : તું કે તો પછી હું હમણાં થોડી વારમાં આવું મારી ગાડીમાં ... મીલની સામે, તું ફતેપુરા માર્ગ થઇ આવ...
સભ્યના પિતા રાજુભાઇ : તમે કોણ કોણ છો...
પ્રમુખ પતિ સંજયભાઇ : અમે તો ઘણા જ છીએ, ટેન્શન મત લે ચિંતા ના કાર...
સભ્યના પિતા રાજુભાઇ : કેટલા આલશો એમ પાકું કો તમે
પ્રમુખ પતિ સંજયભાઇ : મેં કીધું ને રાજા લાખ બે લાખ નહીં એક ધડાકે પાંચ લાખ આપીશ
સભ્યના પિતા રાજુભાઇ : પાંચ લાખે વેત ન પડે..
પ્રમુખ પતિ સંજયભાઇ : રાજા પાંચ લાખ કોને કહેવાય, 12 મહિનાની ચૂંટણી છે, 12 મહિના રહીશ તો તારી પાસે પાંચ હજાર નહીં રહે..
સભ્યના પિતા રાજુભાઇ : થોડું તો કંઇક આઘું પાછું કરો...
પ્રમુખ પતિ સંજયભાઇ : ખાતું જોઇ તે આપી દઇ ખાતામાં બે લાખ પણ હાથમાં નહી આવે..
સભ્યના પિતા રાજુભાઇ : કયું ખાતું આપશો...
પ્રમુખ પતિ સંજયભાઇ : દગો નહીં કરું દગો આપણા ખૂનમાં નથી, દગો આજે નહીં થાય ને કાલે નહીં થાય, તું કે ત્યાં સોગંધ ખાશું...રહેવું તો ગામમાં ભેગું રહેવું છે ને...
સભ્યના પિતા રાજુભાઇ : વાત સાચી હે મારા ભાઇ પણ અવે હું કરો...
પ્રમુખ પતિ સંજયભાઇ : 12 મહિનાની ચૂંટણીના પાંચ લાખ ,નવી ચૂંટણીના પાંચ લાખ આપતો નહી..
સભ્યના પિતા રાજુભાઇ : પ્રમુખ ઇન્દુબેન
પ્રમુખ પતિ સંજયભાઇ : ના હું ખુદ બીજાને મારે શું હાડાબારી
સભ્યના પિતા રાજુભાઇ : ઇન્દુનું સાંભળ્યું તું
પ્રમુખ પતિ સંજયભાઇ : આ તો એકવાર જીદ છે બની જ જવું મારી કશી પડી જ નથી આ તો અમુક ભાઇઓ ટણી કરે છે એટલે...
સભ્યના પિતા રાજુભાઇ : મેં એવું સાંભળ્યું કે તારી સાથે ભાજપવાળા બળવો કરવાના છે...
પ્રમુખ પતિ સંજયભાઇ : મારી સાથે ભાજપવાળા બધા છે.
સભ્યના પિતા રાજુભાઇ : તારી સોગંધ બસ..
પ્રમુખ પતિ સંજયભાઇ : મારી પાસે ઘણા જ સભ્યો છે
સભ્યના પિતા રાજુભાઇ : કોંગ્રેસમાંથી બધા સસ્પેન્ડ થઇ ગયા હવે તારી સાથે કેટલા
પ્રમુખ પતિ સંજયભાઇ : અત્યારે મારી પાસે 6 સભ્યો છે
સભ્યના પિતા રાજુભાઇ : તો બીજા ક્યાં છે
પ્રમુખ પતિ સંજયભાઇ : ટોટલ તો 12 સભ્યો તો છે તો હવે વધે કેટલા
સભ્યના પિતા રાજુભાઇ : તો હવે તારે એક જ સભ્ય તોડવાનો છે
પ્રમુખ પતિ સંજયભાઇ : હા...
સભ્યના પિતા રાજુભાઇ : તો હવે 20-25 લાખ રૂપિયા થાય
પ્રમુખ પતિ સંજયભાઇ : 20-25 લાખમાં રાજુ શેટિંગ નહીં થાય ગઇ વાત.
સભ્યના પિતા રાજુભાઇ : ઠીક ભાઇ....

સંજય સોની અમને પાંચ લાખની ઓફર આપી હતી, પણ અમે તેની તરફેણમાં મતદાન કર્યું નહોતું:
હાલ જે ઓડિયો વાયરલ થયો છે તે સાચો છે અલ્પેશ સોનીએ 5 લાખની ઓફર આપી હતી પણ અમે તેની તરફેણમાં મતદાન કર્યું નહોતું એ 50 લાખ આપે કે 5 કરોડ, તો પણ અમારા માટે ભાજપ પાર્ટી સર્વોપરી છે."અલ્પેશ રાણા (સભ્ય ધાનેરા નગરપાલિકા)

સંજય સોની એ ફોન રિસીવ કરવાનું ટાળ્યું
અલ્પેશના પિતા સાથે ચાર મિનિટ સુધી વાત કરી તેમને વોટ કરાવવા સમજાવતા સંજય સોનીએ આ સમગ્ર મામલે હવે પોતાનું મ્હોં સેવી લીધું છે. વારંવાર તેમના મોબાઈલ પર સંપર્ક કરવા છતાં તેમણે દિવસભર કોઈના પણ કૉલ રિસીવ કર્યા નહોતા.

અન્ય સમાચારો પણ છે...