તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નકલી ડોક્ટરની વાહરે નેતાઓ:બનાસકાંઠા જિલ્લામાં બોગસ તબીબને બચાવવા ધારાસભ્યે નાયબ મુખ્યમંત્રીને કાર્યવાહી ન કરવા વિનંતી કરી

પાલનપુર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિયોદર બાદ વાવના ધારાસભ્યે કરી બોગસ ડોક્ટરની તરફેણ

વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બોગસ ડોક્ટરોની વહારે આવ્યા છે. તેઓએ આજે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા નકલી ડોક્ટર સાથે થયેલી કાર્યવાહી અટકાવવા માટે નાયબ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં પોલીસ દ્વારા બોગસ ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દરેક ગામે જરૂરી મેડિકલ સેવા સહકાર આપી શકાતી નથી

અત્યાર સુધીમાં 25થી પણ વધુ કોઈપણ જાતના પ્રમાણપત્ર કે વગર ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતાને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં લાખણી તાલુકા પૂર્વ પ્રમુખ બાદ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને પત્ર લખી જેમાં જણાવ્યું છે કે રાજ્યની જનતાને આરોગ્ય અને શિક્ષણની સેવાપૂરી પાડવાની સરકારની બંધારણીય જવાબદારી છે. તે મુજબ દરેક ગામે જરૂરી મેડિકલ સેવા સહકાર આપી શકાતી નથી.

ગ્રામીણ પ્રેક્ટિસનરો ડિપ્લોમાં નર્સિંગ, પેસેન્ટ કેર જેવા માન્ય કોર્ષ કરેલા હોય છે

તેવા સંજોગોમાં જનતા સહકારી ઉપરાંત ખાનગી દવાખાનાઓનો સહારો લેવો પડે છે. અને હોસ્પિટલોમાં પૂરતા બેડની વ્યવસ્થા ન હોવાથી અથવા દર્દીની આર્થિક નબળી પરિસ્થિતિના કારણે ખાનગી હોસ્પિટલોના ખર્ચ પહોંચી વળે તેમ ન હોવાથી દાખલ થઈ સારવાર લઈ શકાતી નથી. જેથી જે તે ડોક્ટર જરૂરી ઇજેક્સન બાટલા વગેરે લખી આપી જણાવે તેવા પ્રકારની સારવાર ગ્રામ્ય પ્રેક્ટિસનર દ્વારા આપવામાં આવે છે. અથવા પાટા-પિંડી કે ઈમરજન્સી પ્રાથમિક સારવાર આપતા હોય છે. વળી આ ગ્રામીણ પ્રેક્ટિસનરો ડિપ્લોમાં નર્સિંગ, પેસેન્ટ કેર જેવા માન્ય કોર્ષ કરેલા હોય છે. અથવા અધિકૃત તબીબી પાસે ત્રણ-પાંચ વર્ષ કે તેથી વધુ સમય રહી તાલીમ પ્રાપ્ત હોય છે. જેના કારણે ડોક્ટરે આપેલા ઇન્જેક્શન, બાટલા, દવાને યોગ્ય રીતે આપવા સમક્ષ અને અધિકૃત હોય છે.

પ્રાથમિક સારવાર કરતા ગ્રામીણ પ્રેક્ટિસનરો વિરુદ્ધ કાર્યવાહી કરવાનું બંધ કરો

કોરોના મહામારી દરમિયાન દર્દીઓથી ઉભરાતી હોસ્પિટલનોના સમયમાં હોસ્પિટલે આપેલી દવાઓના રોજ સમયસર ગામડાના દર્દીઓને આપી પોતાના જીવનું જોખમે સુંદર સેવા પૂરી પાડેલી છે. જેથી આવા ગ્રામીણ પ્રેક્ટિસનરો વિરુદ્ધ આડેધડ ફરિયાદો અને કાર્યવાહીઓ કરવાથી ગ્રામીણ પ્રજામાં અસંતોષની લાગણીની રજુઆતો થયેલી છે. જેથી ખરેખર ખોટી ડિગ્રી ખોટું નામ ધારણ કરવું કે બિન તાલીમી વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવાના બદલે અનુભવી અથવા ડિપ્લોમા ANM, GNM, જેવા માન્ય કોર્ષ કરી ફોલોપ ટ્રીટમેન્ટ કે પ્રાથમિક સારવાર કરતા ગ્રામીણ પ્રેક્ટિસનરો વિરુદ્ધ કાર્યવાહી કરવાનું બંધ કરવા દરેક ગામે જરૂરી છે. એમબીબીએસ તબીબો ફૂલ ટાઈમ સેવા આપે તેવી ગેનીબેન ઠાકોરે નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી વિનંતી કરી છે.

અન્ય સમાચારો પણ છે...