સેવા સેતુ કાર્યક્રમ:પાલનપરમાં અનુપમ પ્રાથમિક શાળામાં શિક્ષણ રાજ્યમંત્રી કિર્તીસિહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારની યોજનાઓનો લાભ લાભાર્થીઓને સરળતાથી મળી રહે તે માટે કાર્યક્રમનું આયોજન કરાયું
  • વ્યકિતગત પ્રશ્નો અને સેવાઓ લોકોના રહેઠાણના નજીકના સ્થળે અને તે જ દિવસે મળી રહે તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું

પાલનપુરની અનુપમ પ્રાથમિક શાળામાં શિક્ષણ રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને સેવા સેતું કાર્યક્રમ યોજાયો હતો. રાજય સરકારની પ્રજાલક્ષી વ્યકિતગત યોજનાઓનો લાભ પ્રજાને મળતો રહે તેમજ વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણું જળવાઈ રહે તે માટે વ્યકિતગત પ્રશ્નો અને સેવાઓ લોકોના રહેઠાણના નજીકના સ્થળે અને તે જ દિવસે મળી રહે તેવા હેતુથી થરા અનુપમ પ્રાથમિક શાળામાં શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં લોકોના વ્યકિતગત પ્રશ્નો અને સેવાઓમાં જુદા જુદા જાતિ, આવક, નોન-ક્રિમીલીયર વગેરે પ્રમાણપત્રો, રેશનકાર્ડને લગતી કામગીરી, દાક્તરી તપાસ અને સારવાર, બેંકને લગતી કામગીરી, આધારકાર્ડ, એસ.ટી. બસ પાસ, આર્થિક લાભની સેવાઓ, મહેસૂલી સેવાઓ વગેરે સેવાઓનો જેવી કે આરોગ્ય, વિવિધ દાખલાઓ, આંગણવાડીની સેવાઓ વગેરેના સ્ટોલ લગાવવામાં આવ્યાં હતા.

શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, સરકારની યોજનાઓનો લાભ લાભાર્થીઓને સરળતાથી મળી રહે તે માટે સરકાર દ્વારા એક ઉમદાભર્યુ કાર્ય કરવામાં આવી રહ્યું છે. તમામ લોકોને સરળતાથી બધી જ યોજનાનો લાભ મળી રહે અને સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓથી લોકો વાકેફ થાય તેમજ યોજનાને સાચા અર્થમાં ધરતી પર ઉતારવાનું કામ અધિકારીઓ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...