તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:વડગામની અંધારિયા દૂધ મંડળીના મંત્રીએ 40.11 લાખની ઉચાપત કરી

પાલનપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નાણાં બેંકમાં જમા ન કરાવી અંગત ઉપયોગમાં વાપર્યા

વડગામ તાલુકાની અંધારિયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રીએ રૂપિયા 40. 11 લાખ બેંકમાં જમા ન કરાવી પોતાના અંગત ઉપયોગમાં વાપરી ઉચાપત કરી હતી. આ અંગે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે મંત્રી સામે ગૂનો નોંંધી વધુ તપાસ હાથ ધરી છે.

વડગામ તાલુકાના અંધારિયા દૂધ મંડળીના મંત્રી દ્વારા ગ્રાહકોના નાણાંનો અંગત ઉપયોગ કરી ઉચાપત કરતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે વડગામ પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતુ કે, અંધારિયા દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી રમેશસિંહ ભારતસિંહ ડાભીએ ગ્રાહકોના રૂપિયા 40,11,193 બેંકમાં જમા ન કરાવી અંગત ઉપયોગમાં વાપર્યા હતા. આ અંગે સુરતાનસિંહ અગરસિંહ ડાભીએ વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે રમેશસિંહ સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બે વર્ષના સમયગાળામાં ઉચાપત કરી
રમેશસિંહ ડાભીએ તેમના મંત્રી તરીકેના 1/7/2017થી 30/9/2019ના સમયગાળામાં નાણાંની ઉચાપત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો