તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:મિયાલમાં સામાજિક દંડની રકમ ભર્યા વગર યુવતીને વળાવવા મામલે ધમકી

પાલનપુર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાને સમાજના 4 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

થરાદના મિયાલ ગામમાં સામાજિક દંડની રકમ ભર્યા વગર યુવતીને અન્યત્ર વળાવવા મામલે પરિવારને ધમકી મળી હતી.જેથી શિક્ષિત યુવાને સમાજના 4 જણા વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો છે.પોલીસે ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

થરાદ તાલુકાના મિયાલ ગામમાં રહી ખેતી કરતા 20 વર્ષીય બીજોલભાઈ રણછોડભાઈ રબારી (જોહા) શુક્રવારે બપોરે અઢી વાગે એમના ખેતરમાં કામ કરી રહ્યા હતા તે વખતે વેરશી ભાઈ રૂપાભાઈ રબારી (રહે.જાજુસણ તા. સાંચોર જિ. જાલોર) રમેશભાઈ વેરશીભાઈ રબારી (રહે.જાજુસણ તા. સાંચોર જિ. જાલોર) ગોકળભાઈ રાયમલભાઈ રબારી (રહે. નાનુડા તા.ધાનેરા ) અને ચંદુભાઈ ભીખાભાઈ મકવાણા (રહે. નાનુડા તા. ધાનેરા) ખેતરે આવ્યા હતા અને જણાવ્યું કે ધુડવા ગામે તમારા વેવાઈએ તેમની દીકરી નાનુડા જતી હતી અને દંડ ભર્યા વગર રમીલાબેનને પસાભાઈ રાણાભાઇ રબારી રહે. ધુડવા ગામેથી વામી (તા.થરાદ) ખાતે વળાવી છે.

તેમ કહી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે બીજોલભાઇએ ખેતરમાં આવી ને ધમકી આપનાર 4 સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ધમકી આપનારા શખ્સો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો